બનાસકાંઠા-

જિલ્લામાં સમાજ કલ્યાણ વિભાગના નિરીક્ષક લાંચ લેતા ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે. અરજદાર પાસેથી પંડિત દીનદયાળ આવાસ યોજનાના ફોર્મ મંજૂર કરવાના 2.20 લાખ રૂપિયાની લાંચ લેતા નિરીક્ષકને ACBની ટીમે છટકું ગોઠવી રંગેહાથ પકડી પાડયા છે જેમાં બે અધિકારીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પાલનપુરમાં સમાજ કલ્યાણ વિભાગના નિરીક્ષક લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે. ગ્રામીણ વિસ્તારોમાં પંડિત દીન દયાળ આવાસ યોજના અંતર્ગત મકાન બનાવવા માટે સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત અરજદારે આ સહાયના ફોર્મ મંજૂર કરવા માટે સમાજ કલ્યાણ વિભાગના નિરીક્ષક પંકજ પટેલ અને હરેશ ચૌધરીનો સંપર્ક કર્યો હતો. જેમને અરજદાર પાસેથી તેમના તથા તેમના સગાસબંધીઓના ફોર્મ દીઠ 8 હજાર રૂપિયાની લાંચ માંગી હતી જેથી અરજદારે પાલનપુર ACB વિભાગનો સંપર્ક કરી છટકું ગોઠવ્યું હતું. જે મુજબ પાલનપુરમાં આકેસણ ચોકડી પાસે અરજદાર 30 ફોર્મ મંજૂર કરવા માટે 2.20 લાખ રૂપિયાની લાંચ લેતા નિરીક્ષક પંકજ પટેલ રંગેહાથ ઝડપાઇ ગયા હતા. જ્યારે અન્ય નિરીક્ષણ રહીશ ચૌધરી મળી આવ્યો ન હતો. ACBની ટીમે આ લાંચિયા નિરીક્ષણ ને ઝડપી બે સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.