ખેડબ્રહ્મા : ખેડબ્રહ્મા તારીખ ૯ ખેડબ્રહ્મા શહેરમાં આજરોજ વહેલી સવારે અંબાજી તરફ જતા સ્ટેટ હાઇવે રોડ ઉપર હરણાવ નદીના પુલ પાસે રીક્ષા અને સ્કૂટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ઘાયલોને ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા અને વધુ સારવાર અર્થે હિંમતનગર રીફર કર્યા હોવાનું જાણવા મળેલ છે.