દાહોદ નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ ભરાડા તેમજ દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જાેઈસરએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા હાથમાં રીતે અસરકારક કોમ્બિંગ હાથ ધરવા કોમ્બિંગ હાથ ધરવા આપેલ માર્ગદર્શન હેઠળ અને દેવગઢબારીયા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર બેગડીયાની સૂચનાથી ધાનપુર પી.એસ.આઇ, બી.એમ પટેલએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી કોમ્બિંગનું આયોજન કર્યું હતું. તે દરમિયાન પેટ્રોલિંગમાં ઉપસ્થિત ધાનપુર એ.એસ.આઇ રોહિતભાઈ મંગુભાઈને મળેલ ખાનગી બાતમીના આધારે વર્ષ ૨૦૧૬ ના સગીરાના અપહરણ તેમજ દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા ચાર વર્ષથી પોલીસને હાથતાળી આપી નાસતા ફરતા ધાનપુર તાલુકાના લીમડી મેન્દ્રી ગામના અરવિંદભાઈ નાથુભાઈ પરમારને તેના ગામના રોડ પરથી વોચ દરમિયાન ઝડપી પાડી તેને ધોરણ સાત હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.