આદિત્ય બિરલા સન લાઇફ AMC IPO: 29 સપ્ટેમ્બરે ઇશ્યૂ ખુલશે,પ્રાઇસ બેન્ડ 695-712 રૂપિયા નક્કી 
24, સપ્ટેમ્બર 2021

મુંબઇ-

આદિત્ય બિરલા સન લાઇફ AMC નો IPO આગામી સપ્તાહે 29 સપ્ટેમ્બરના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને ત્રણ પછી 1 ઓક્ટોબરે બંધ થશે. આ IPO ની પ્રાઇસ બેન્ડ 695-712 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. આદિત્ય બિરલા સન લાઇફ એએમસી આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટમેન્ટ મેનેજર છે. આદિત્ય બિરલા ગ્રુપ અને કેનેડાના સન લાઇફ ફાઇનાન્સિયલ વચ્ચે આ સંયુક્ત સાહસ કરાર છે.

આ IPO 3.88 કરોડ ઇક્વિટી શેરનો હશે. આમાં આદિત્ય બિરકા કેપિટલ તરફથી 28.51 લાખ ઇક્વિટી શેર વેચવાની ઓફર હશે. જ્યારે સન લાઇફ એએમસી 1.6 કરોડ શેરના વેચાણ માટે ઓફર કરશે. આ ઓફરના 1,94,000 ઇક્વિટી શેર આદિત્ય બિરલા કેપિટલના શેરધારકો માટે અનામત રાખવામાં આવશે. તેના લોટનું કદ 20 શેર અને ત્યારબાદ 20 ના ગુણાંકમાં હશે. 50 ટકા ઓફર QIP રોકાણકારો માટે, 35 ટકા રિટેલ રોકાણકારો માટે અને 15 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અનામત રહેશે.

કંપની લગભગ 112 મ્યુચ્યુઅલ ફંડનું સંચાલન કરે છે. વધુમાં, તે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સેવાઓ, ઓફશોર ફંડ્સમાં રોકાણ અને વૈકલ્પિક રોકાણોની ઓફર કરે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution