ગાંધીનગર-

ભાજપ માટે આ વખતની તાલુકા, જિલ્લા પંચાયત અને પાલિકાની ચૂંટણી પ્રતિષ્ઠા સભર બનીને રહી ગઈ હતી. રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકા માટે મતગણતરીનાં પ્રારંભ સાથે જ ભાજપે સપાટો બોલાવીને જિલ્લા પંચાયતની 31 સીટ પૈકી 30 પર , 231 પૈકી 158 તાલુકા પંચાયત, નગર પાલિકામાં 81 પૈકી 67 બેઠક પર આગળ નિકળી ગઈ હતી.

મહત્વપૂર્ણ છે કે મનપાની ચૂંટણીની સરખામણીએ ગામડાઓની ચૂંટણીમાં સારૂ એવું મતદાન થયું હતું. જિલ્લા અને તાલુકા પંચાયતમાં 65 ટકા મતદાન, તો પાલિકા માટે 55 ટકા સરેરાશ મતદાન થયું હતું. જોકે ગત્ત ચૂંટણીની ટકાવારી કરતા આ મતદાન ઓછું છે પરંતુ મનપાની સરખામણીએ વધુ નોંધાયેલું મતદાન ભાજપ પક્ષને ફળતું જોવા મળ્યું છે. સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં પણ ભાજપે સારૂ પ્રદ્શન કરતા હાર્દિક પટેલ સહિત કોંગ્રેસનાં સ્ટાર પ્રચારકોની હવા નિકળી ગઈ છે. આ વર્ષે ખેડુતોનું આંદોલન, છેલ્લા સમયે ખાતરનો કોંગ્રેસે ઉભો કરેલો મુદ્દો પણ ચાલ્યો નોહતો તો મોંઘવારીમો મુદ્દો કોંગ્રેસ ફરી એકવાર વટાવી નોહતી શકી. શહેરી વિસ્તારો બાદ હેવ ગ્રામ્ય સ્તરે પણ ભાજપે ક્લીન સ્વીપ જેવી સ્થિતિનું નિર્માણ કર્યું છે. આવનારી વિધાનસભાની ચૂંટણી માટેનાં પગથિયું ગણાતા પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં મેળવેલા વિજયને વધાવી લેવા ટૂંક સમયમાં કમલમ કાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પહોચશે અને સાથે જ ભાજપ વિજયોત્સવની શરૂઆત પણ કરી દેશે.