પતિએ પત્નીની હત્યા કરી બનાવને આત્મહત્યામાં ખપાવી દેવાનો પ્રયાસ અમે પછી..
25, ફેબ્રુઆરી 2021

ભુજ-

ભુજમાં પતિએ જ પત્નીની હત્યા કર્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. બે દિવસ પહેલા ભુજના ગણેશનગર વિસ્તારમાં રહેતી હીનાબેન નામની યુવતીની તેના ઘર પરથી ગળેફાંસો ખાઘેલી હાલતમાં લાશ મળી આવી હતી. શરૂઆતમાં બનાવ શંકાસ્પદ લાગતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.પોલીસે શરૂઆતમાં અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતદેહનો પીએમ માટે જામનગર મોકલી આપ્યો હતો. જામનગરમાં પરીણિતાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાતા પરીણિતાની હત્યા નિપજાવાઈ હોવાનો ખુલાસો થયો હતો. પીએમ બાદ મૃતદેહ પિયરપક્ષના લોકોને સોંપી દેવામા આવ્યો હતો.મૃતકની અંતિમવિધિ પતિ ગયા બાદ આજે આ કેસમાં જમાઈ વિરુદ્ધ તેના સસરાએ હત્યાની ફરિયાદ લખાવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution