અમદાવાદ: એક સાથે 10 મહિલા બુટલેગર ઝડપાઈ, પોલીસે કરી રેડ
18, જાન્યુઆરી 2021

અમદાવાદ-

અમદાવાદ શહેરના સરખેજ સરદારનગર અન છારાનગર વિસ્તારમાં મહિલાઓ દારૂનો ધંધો કરે છે તે વાત બધા જાણે છે પરંતુ સરખેજમાં પણ મહિલા બુટલેગરો દેશી દારૂનો ધંધો કરતી હોવાનું સામે આવ્યુ છે. સરખેજમાં ગેરકાયદે દારૂની ભઠ્ઠીઓ ચલાવતી દસ મહિલા બુટલેગરોની સરખેજ પોલીસે ધરપકડ કરી છે. વણજર ગામના ભરવાડ વાસમાં રહેતી અને દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવી દારૂનું વેચાણ કરતી 10 મહિલાઓને ઝડપી પોલીસે અલગ-અલગ 10 ગુના નોંધાયા છે.

પોલીસે 137 લીટર દેશીદારૂ અને ૨૫૦ લીટર કરતાં વધુ દારૂ બનાવવાનો વોશ કર્યો છે. સાથે સાથે દારૂ ગાળવા માટે વપરાતા સરસામાન પણ કબજે કરી, તમામ દારૂની ભઠ્ઠીઓ તોડી પાડવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાંથી 5 લીસ્ટેડ બુટલેગરો છેલ્લાં ધણાં સમયથી દારૂનુ વેચાણ કરતા હોવાનું સામે આવ્યુ છે. દારૂની ભઠ્ઠીઓ ચલાવતી મહિલા બુટલેગર પર પોલીસની કાર્યવાહી, 10 ગુનામાં 10 મહિલાઓની દરપકડ કરવામાં આવી હતી. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution