અમદાવાદ-

મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ભાજપે આજથી જોરશોરમાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો છે. આ સાથે જ અમદાવાદ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં ભાજપના કાર્યકરોએ પ્રજાની સેવાના સંકલ્પ લીધા હતા. અમદાવાદથી સીએમ રૂપાણી, નીતિન પટેલ અને સીઆર પાટીલની હાજરીમાં પ્રચારની શરૂઆત થઈ. જેમા અમદાવાદના 192 ઉમેદવારો એક મંચ પર જોવા મળ્યા. તો અન્ય 5 મહાનગરપાલિકાના ઉમેદવારો પણ વર્ચ્યુઅલ રીતે કાર્યક્રમમાં જોડાયા હતા. જેમા અમદાવાદ સહિત 6 મહાનગરપાલિકાના કુલ 576 ઉમેદવારોએ પ્રજાની સેવા કરવાનો સંકલ્પ લીધો.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી આજથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા. પંડિત દિનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિ એટલે કે સમર્પણ દિવસ નિમિત્તે અમદાવાદ ખાતે કાર્યક્રમ યોજી સમગ્ર રાજ્યમાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ સીઆર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.