અમદાવાદ-

અમદાવાદમાં ચાઈલ્ડ ટ્રાફિકિંગ નેટવર્કનો પર્દાફાશ થતા ગુજરાતભરમાં ચકચાર વ્યાપી ગયો છે. CID ક્રાઈમ બ્રાંચે અમદાવાદમાંથી સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ફક્ત નેટવર્ક જ નહી પણ ગ્રાઉન્ડ લેવાલ પર ઉમદાકામગીરી કરી CID ક્રાઈમ બ્રાંચે અમદાવાદનાં કાલુપુર રેલવે સ્ટેશન પરથી 32 બાળકોને ચંગુલમાંથી મુક્ત પણ કરાવ્યા છે.

મળતી માહિતી મુજબ CID ક્રાઈમ બ્રાંચ અને વિવિધ એજન્સીની સંયુક્ત કામગીરીને કારણે ગુજરાતમાંથી લઇ જતા 32 જેટલા બાળકોને નર્કાગાર માંથી ઉગારી લેવામાં આવ્યો છે.પ્રાપ્ત વિગતો પ્રમાણે મુક્ત કરાયેલ બાળકોમાં 15 થી 17 વર્ષના બાળકો હોવાનું સામે આવી રહ્યું છે. આ તમામ ગરીબ બાળકોને બિહારથી બાળ મજૂરી માટે અમદાવાદ લવાયા હોવાનું પ્રાથમીક તપાસમાંથી સામે આવી રહ્યું છે, ત્યારે સમગ્ર મામલે સઘન તપાસ દેશભરમાં ફેલાયેલા ચાઈલ્ડ ટ્રાફિકિંગ નેટવર્કનો પર્દાફાશ થાય તો નવાઈ નહિ. 

આર્થિક તંગી સર્જાતા દલાલ પાસેથી પૈસા લઇને પરિવારના સભ્યો તેમના બાળકોને મોકલે છે. સીઆઇડી ક્રાઇમે અને વિવિધ NGOએ સાથે મળીને કાલુપર રેલવે સ્ટેશન પર વોચ ગોઠવી ઓપરેશન પાર પાડ્યું હતું. સીઆઇડી ક્રાઇમે ચાઇલ્ડ ટ્રાફિકિંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.