અમદાવાદ-

અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઇમથકના કસ્ટમ અધિકારીઓએ 87 લાખ રૂપિયાના હવાલા કૌભાંડને નિષ્ફળ બનાવ્યું છે. કસ્ટમ્સે દુબઈના મુસાફર પાસેથી 87 લાખ રૂપિયાની વિદેશી અને ભારતીય ચલણી નોટો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓએ મોડી રાત્રે દુબઇથી ઉડતા મુસાફર પાસેથી યૂએસ 85,000, 75,000 યુરો અને 50,000 ભારતીય રૂપિયા કબજે કર્યા હતા. દુબઈથી મુસાફરની પૂછપરછમાં જામનગરના વિનોદ ત્રિલોક ચાંદાણીને આ રકમ આપવાની હતી અને રકમ હવાલાની હોવાનુ બહાર આવ્યુ હતું. અમદાવાદ કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટે વિદેશી ચલણની હેરાફેરી માટે માસ્ટર માઈન્ડને નામાંકિત કર્યા છે. જેનુ નામ પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે તેની ધરપકડ કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કસ્ટમ્સ અધિકારીઓનું માનવું છે કે આ રકમ હવાલાની છે.