અમદાવાદ- 

રાજ્યમાં ઠંડીના વધતા ચમકારા વચ્ચે વધતા કોરોના કેસને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબો ઉપરાંત નર્સિગ-પેરામેડિકલ સ્ટાફની રજાઓ રદ કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરની ૫૦૦થી વધુ ખાનગી હોસ્પિટલના તબીબોએ પણ દિવાળી વેકેશનમાં ફરજ બજાવવા નક્કી કર્યુ છે. તબીબોએ ચેતવણી ઉચ્ચારી છેકે, શિયાળામાં કોરોનાના કેસો વધી શકે છે.

ત્યારે બીજી તરફ દિવાળી વેકેશનમાં કોરોનાના દર્દીઓને સમયસર સારવાર મળે તે માટે તબીબોની રજા રદ કરવાનો ર્નિણય કરાયો છે. દિવાળીના તહેવારોને લઈને માત્ર કોરોના જ નહી અન્ય રોગના દર્દીઓને પણ તાકીદે સારવાર મળી રહે તે માટે ર્નિણય કરવામાં આવ્યો છું.

ઉલ્લેખનીય છે કે આ મામલે સિવિલના તમામ વિભાગના ક્હેડ ઓફ ડિપાર્ટમેન્ટ અને સિનિયર ડોક્ટરોને રાઉન્ડ ધ કલોક ડયુટી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશને પણ દિવાળી વેકેશનમાં કઇ હોસ્પિટલમાં કયા ડોક્ટર હાજર છે તેની વિગતો વેબસાઇટ પર મૂકવા નક્કી કર્યુ છે.