અમદાવાદ: પાલનપુર હાઇવે પર બે ખાનગી બસ વચ્ચે અકસ્માત, 1નું મોત, 3 ઘાયલ
21, નવેમ્બર 2020

અમદાવાદ-

પાલનપુર હાઇવે પર મહેસાણાના કડી તાલુકાના નંદાસણ નજીક નેશનલ હાઇવે પર બેફામ રીતે વાહનો ચાલતા હોય છે. તેવામાં બે ખાનગી લકઝરી બસો વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં 1નું મોત અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આગળ ઉભેલી લકઝરી બસને પાછળ આવતી લકઝરી બસે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

કડીના નંદાસણ નજીક આવેલી હોટલ સફારી સામે વહેલી સવારે ભાવનગરથી આવતી લકઝરી બસ નંદાસણ હાઇવે પર સાઈડમાં ઉભી હતી. તેવામાં પાછળથી આવતી રાજસ્થાન પાસિંગવાળી અન્ય લકઝરી બસના ચાલકે બેદરકારી પૂર્વક બસ ચલાવતા હાઇવે પર ઉભેલી લકઝરીના પાછળના ભાગે અકસ્માત સર્જ્યો હતો. ધડાકાભેર અથડાયેલી બે લકઝરી બસ અકસ્માતમાં લકઝરીમાં સવાર એકનું મોત થયું છે. જ્યારે અન્ય 3 લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, ત્યારે અકસ્માતની ઘટનાને પગલે નંદાસણ પોલીસે અકસ્માત સર્જનારા રાજસ્થાનની લકઝરી બસના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution