અમદાવાદ: 6 મહાનગરોમાં આવતીકાલે મતગણતરી પ્રક્રિયા હાથ ધકાશે
22, ફેબ્રુઆરી 2021

અમદાવાદ-

કોરોના મહામારી દરમિયાન મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે, ત્યારે આવતીકાલે મંગળવારે અમદાવાદ શહેરના 48 વોર્ડ અને 192 બેઠકો માટેની મતગણતરી થશે. જેમાં 24 વોર્ડની મતગણતરી ગુજરાત કૉલેજમાં અને 24 વોર્ડની મતગણતરી એલડી એન્જિનિયરિંગ કૉલેજમાં થશે, ત્યારે કોરોનાની ગાઇડલાઇનની સાથે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ કોઇ અનિચ્છનીય બનાવ બનતો અટકાવવા પોલીસ કર્મચારીઓ પણ મતગણતરી કેન્દ્ર પર તૈનાત રહેશે અને સાથે જ ફાયર વિભાગના જવાનોને પણ ખડેપગે રાખવામાં આવ્યા છે. આવતીકાલે મંગળવારે મત ગણતરી બાદ સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે ,કયા પક્ષને વધુ મત મળે છે કયો પક્ષ વિપક્ષ તરીકેની ભૂમિકા ભજવશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution