અમદાવાદ-

હાઈકોર્ટમાં રાજ્ય સરકારને ગત સુનાવણી દરમિયાન કહ્યું કે, ગુપ્તતાને લીધે દર્દીઓના નામ જાહેર કરી શકાય નહીં, પરંતુ કયા વિસ્તારમાં સંક્રમણ ફેલાયું છે. તેની માહિતી બહાર પાડવી જોઈએ. રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલા જવાબમાં જણાવ્યું કે દર્દીઓની અને લોકોની ગુપ્તતાને માન આપવું જોઈએ. સરકારે કોર્ટમાં બે કારણો રજૂ કરતાં જણાવ્યું કે, કોરોના કેસનો વધારો થયો છે. ત્યારે નામ જાહેર કરવામાં આવે છે તો ફરિયાદ દાખલ કરવામાં આવી શકે છે. અને કોરોના દર્દીઓના નામ જાહેર કરવાથી વ્યક્તિ પ્રત્યે અણગમો વધતો હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે.

હાઈકોર્ટે વ્યક્તિની ગુપ્તતાને આધાર રાખતા નામ જાહેર ન કરવાનો નિર્દેશ કર્યો છે, જોકે કયા કયા વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. તેની જાણ પ્રજાને કરવાનો આદેશ કર્યો છે. ગત જૂન માસથી આ અંગેની માહિતી સત્તાધીશો દ્વારા આપવામાં આવતી નથી. કોરોના સંક્રમણનો ભોગ બનેલા દર્દીઓના નામ જાહેર કરવામાં આવે તેવી માગ સાથે દાખલ કરાયેલી જાહેરહિતની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. હાઈકોર્ટે સત્તાધીશોને નિર્દેશ કર્યો છે કે જ્યા કોરોના પોઝિટિવના કેસ આવે તેવા વિસ્તારમાં નોટિસ બોર્ડ મારવામાં આવે જેથી લોકોને આ અંગેની જાણ રહે.