અમદાવાદ-

અમદાવાદની સુપ્રસિધ્ધ રાજપથ અને કર્ણાવતી ક્લબ આવતીકાલે સોમવારથી શરૂ થઈ જશે તેમ જાણવા મળે છે કોરોના ને કારણે લાંબા સમયથી બંને કલબ બંધ હતી. શહેરમાં કોરોના કેસ વધતા રાત્રી કર્ફ્યૂ લાગુ કરાયો, તેની સાથે જ શહેરની ક્લબોને બંધ કરાઇ હતી. જેમાં શહેરની કર્ણાવતી ક્લબ અને રાજપથ ક્લબને પણ કોવિડની પરિસ્થિતિ જોતા બંધ કરી દેવાઇ હતી. જે સોમવારથી માત્ર ક્લબ મેમ્બર માટે શરૂ કરવામાં આવી રહી છે. ક્લબના મેમ્બરોને કમ્પ્લસરી માસ્ક સાથે જ એન્ટ્રી અપાશે. કલબમાં સ્વિમિંગ સિવાયની તમામ એક્ટિવિટી હેલ્થ ક્લબ, જોગિંગ ટ્રેક, ટેનિસ કોર્ટ, ટેબલ ટેનિસ, બેડમિંટન, બિલિયર્ડ રૂમ, સ્કવેશ કોર્ટ, કાર્ડ રૂમ, વોલિબોલ શરૂ કરાયા છે. હાલમાં ક્લબનો સમય સવારે 6.30થી 10 અને સાંજે 5થી 7.30 સુધીનો રહેશે. જ્યારે કર્ણાવતી ક્લબમાં સાઇડ વોક કેફે ગુરુવારથી શરૂ કરાશે.