અમદાવાદ: નવરંગપુરાની IDBI બેન્કના લોકરમાંથી 16 લાખની ચોરી, 11 મહિના બાદ પોલીસ ફરિયાદ
15, જાન્યુઆરી 2021

અમદાવાદ-

બેન્ક લોકર ચોરીના બનાવની વિગતો એવી છે કે, સોલાના સાયન્સ સિટી રોડ પર પહેલા પ્રીતિ ઉપાધ્યાયનું નવરંગપુરામાં સીજી રોડ પરની આઈડીબીઆઈ બ્રાન્ચમાં લોકર હતું. વર્ષ 2020ના ફેબ્રુઆરીમાં અજાણી મહિલાએ તેમને લોકરમાંથી 16 લાખના મત્તાના દાગીનાની ચોરી થઈ હોવાની જાણ કરી હતી. જાત તપાસ માટે પ્રીતિબેન બેન્કમાં ગયા હતા ત્યારે ખબર પડી હતી કે, તેમના લોકરમાં માતાજીનો ફોટો અને રૂપિયા 101 રોકડ હતી. લોકરમાંથી સોનાના દાગીના, બંગડી, ચેઈન લક્કી બ્રેસલેટ, વિંટી, પેન્ડલ, લગડી, બુટ્ટી, મંગળસુત્ર, તાંદીના સિક્કા બધુ મળીને રૂ. 16 લાખની ચોરી થઈ હતી. બેન્ક મેનેજરને મળીને પ્રીતિબેને લોકરને સીલ કરાવ્યું હતું.આ મામલે તે વખતે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ કરી હતી. પણ આજે પ્રીતિબેને ચોરીના બનાવ બન્યાના 11 મહિના પછી નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેને આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution