અમદાવાદ-

અમદાવાદીઓ કોરોના ગાઈડલાઈન તોડી રહ્યા છે. તેમને કોરોનાનો કોઈ ભય જ ન હોવાનું દેખાઈ રહ્યું છે. શહેરમાં 19 જૂન સુધીમાં કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરનાર 73 હજાર 897 કેસ નોંધાયા છે. જેમાં પોલીસે 82 હજાર 696 વ્યક્તિઓને કોરોના ગાઈડલાઈના ભંગ બદલ ઝડપી લેવામાં આવ્યા છે. એટલે કે દર કલાકે 8 અમદાવાદીઓ કોરોના નિયમોનો ભંગ કરી રહ્યા છે.

શહેરમાં કોરોનાની ભયજનક લહેર આવીને ગઈ છે જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમ છતા અમદાવાદીઓ કોરોનાની ગાઈડલાઈન તોડી રહ્યા છે કોરોનાનો ભય જોવા મળતો નથી. 2020માં લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ ત્યારે દર કલાકે આઠ અમદાવાદીઓ પોલીસ દ્રારા ગાઈડલાઈન ભંગ કરવા બદલ ઝડપાયા હતા. જેમાં માસ્ક ન પહેરવું સોશિયલ ડીસ્ટનસ સહીતના નિયમો ભંગ કર્યા હતા. જો કે શહેર પોલીસના આંકડા મુજબ 19 જૂન સુધીમાં કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરનાર 73 હજાર 897 કેસ નોંધાયા હતા. આ ગુનામાં પોલીસે 82 હજાર 696 વ્યક્તિઓને ઝડપ્યા હતા. છેલ્લા સવા વર્ષમાં કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરવાના મામલે અમદાવાદીઓ સમગ્ર રાજ્યમાં અવલ્લનંબરે રહ્યા છે. જો કે આનો અર્થ એમ થાય છે કે રોજના સરેરાશ 181 લોકો કોરોના નિયમોનો ભંગ કરતા ઝડપાયા હતા. બીજી બાજુ ગત વર્ષે માર્ચ મહિનામાં કોવિડનો પહેલો કેસ નોંધાયો હતો. ત્યારથી લઈને 19 જૂન સુધીમાં લગભગ 2.30 લાખ જેટલા કોરોનાના કેસ શહેરમાં નોંધાયા હતા. એટલે કે, દર એક કલાકે કોરોનાના 21 જેટલા કેસ નોંધાતા હતા. તેમ છતા પણ અમદાવાદીઓમાં કોરોનાનો ભય રહ્યો નથી. અને કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરી રહ્યા હોવાનું આંકડાઓ પરથી દેખાઈ રહ્યું છે.

રાત્રિ કર્ફ્યુ અને ડિસ્ટન્સિંગનું પાલન નથી કરતા

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, રાત્રી કર્ફ્યુમાં લોકો લટાર મારવા માટે નિકળતા અને પકડાતા હતા જો કે કર્ફ્યુ દરમિયાન ફરવા નિકળ્યા હોવાનું ચોક્કસ કારણ પણ આપતા ન હતા. બીજી તરફ ખાસ કરીને માસ્ક ન પહેરનાર લોકો પણ વધુ સામે આવ્યા છે. તથા શહેરના નાના વેપારીઓ, નાના દુકાનદારો અને ફેરિયાઓ કોવિડના નિયમોનું પાલન ન કરતા પકડાયા હતા.

આવી બેદરકારીથી કોરોના વધવાની શક્યતા

કોરોના ગાઈડલાઈનનો ભંગ કરનાર લોકોમાં અમદાવાદ પ્રથમ નંબર હોવાનું દેખાઈ રહ્યું છે. જો કે કોરોનાની બીજી લહેર પૂરી થઈ છે ત્યારે ત્રીજી લહેર માટે સરકાર દ્રારા તૈયારીઓ કરવામાં આવી છે. પરંતુ અમદાવાદીઓ જો કોરોના ગાઈડલાઈનનું પાલન નહીં કરો તો ત્રીજી લહેર પણ જલ્દીથી આવશે તેવું લાગી રહ્યું છે.