એર ઇન્ડિયા એક્સપ્રેસે અચાનક પોતાની ૭૮ ફ્લાઇટ રદ કરી દીધી
08, મે 2024 1386   |  

એર ઇન્ડિયા એક્સપ્રેસે અચાનક પોતાની ૭૮ ફ્લાઇટ રદ કરી દીધી

નવી દિલ્હી

એર ઇન્ડીયા અને એર ઇન્ડીયા એક્સપ્રેસ એરલાઇન્સને અચાનક પોતાની ૭૮ ફ્લાઇટ રદ કરવી પડી છે તેનું મોટું કારણ છે કર્મચારીઓની ઘટ. જાેકે એરલાઇન્સના ક્રૂ મેંબર્સ સામૂહિક રૂપથી બિમારીની રજા પર જતા રહ્યા છે, જેના લીધે કંપનીને આ પગલું ભરવું પડ્યું છે. ખાસ વાત એ છે કે આ કર્મચારીઓને લીવ માટે કોઇ નોટિસ પણ આપી નથી.

એર ઇન્ડીયા એક્સપ્રેસે એ જણાવ્યું કે સીનિયર ક્રૂ મેમ્બર્સ અચાનક નોટિસ લીવ પર જતાં આંતરાષ્ટ્રીય અને સ્થાનિક ઉડાનો પર અસર પડી છે. મંગળવારે રાત્રે આ વિરોધે મોટું રૂપ ધારણ કરી લીધું. જેનાથી એરલાઇન્સને ૭૮ થી વધુ ફ્લાઇટ કેન્સલ કરવી પડી છે. તેમાંથી સૌથી વધુ ફ્લાઇટો મિડલ ઇસ્ટ અને ગલ્ફ દેશો માટે છે. સાથે ઘણી ફ્લાઇટમાં મોડું થયું છે.

સમાચાર છે કે એર ઇન્ડીયા અને એર ઇન્ડીયા એક્સપ્રેસમાં વિલય થવાનું છે. જેનો કર્મચારીઓ સતત વિરોધ કરી રહ્યા છે. બંને એરલાઇન્સના પાયલોટ અને કેબિન ક્રૂને લાગે છે કે તેમની જાેબ ખતરામાં છે. એર ઇન્ડીયા એક્સપ્રેસે એક નિવેદન જાહેર કરી કહ્યું કે ‘અમારા સિનિયર કેબિન ક્રૂના એક વર્ગે ગઇકાલે રાત્રે છેલ્લી મિનિટમાં બિમાર હોવાની સૂચના આપી છે. જેના કારણે ઉડાનમાં મોડું અથવા ઘણી ફ્લાઇટો રદ કરી દીધી છે. અમે આ ઘટનાઓ પાછળના કારણોને સમજવા માટે ક્રૂ મેમ્બર્સ સાથે વાત કરી રહ્યા છીએ. તો બીજી તરફ ટીમ યાત્રીઓને થનાર અસુવિધાને ઓછી કરવા માટે ઝડપથી કામ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે, સિવિલ એવિએશન ઓથોરિટી આ મામલાની તપાસ કરી રહી છે. એરલાઈન્સનું કહેવું છે કે અસરગ્રસ્ત મુસાફરોને સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે અથવા તેમની પાસે તેમની ફ્લાઈટને બીજી તારીખે શેડ્યૂલ કરવાનો વિકલ્પ હશે. એર ઈન્ડિયા એક્સપ્રેસે મુસાફરોને સલાહ આપી છે કે તેઓ એરપોર્ટ પર જતા પહેલા તેમની ફ્લાઈટનું સ્ટેટસ ચેક કરે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution