અજય દેવગણની કાપ-થ્રિલર ફિલ્મ લાલબાઝાર રિલીઝ
21, જુન 2020

ફિલ્મ લાલબાઝાર હવે રિલિઝ થઈ ચૂકી છે. આ ફિલ્મનો પ્રારંભ એક સેક્સ વર્કરની હત્યાથી થાય છે. તે પોતાના જીવની ભીખ માગે છે પરંતુ ખૂનીના બંને પંજા તેના ગળાને ત્યાં સુધી દબાવી રાખે છે જ્યાં સુધી તેનો જીવ ચાલ્યો જાય નહીં. એ જ વખતે શહેરની બીજી તરફ એક રહસ્યમય બેગ મળે છે. બેગની અંદર શું છે તે તો તમે લાલબાઝાર જાશો ત્યારે જ ખબર પડશે. અત્યારે તો એટલું કહી શકીએ કે બેગની અંદર જાઈને એટલી ખબર પડે છે કે શહેરમાં બીજી એક હત્યા પણ થઈ છે. અને આ સાથે શરૂ થાય છે ગુનાઓનો સિલસિલો જે તમારા શ્વાસ અધ્ધર કરી નાખશે. લાલબાઝારમાં સારાઈ અને બુરાઈ બંને વચ્ચેની લડાઈને રોમાંચક રીતે રજૂ કરાઈ છે. જે તમને અંત સુધી બાંધી રાખશે.બે દિવસ અગાઉ બોલિવૂડ એક્ટર અજય દેવગણે લાલબાઝારનું ટ્રેલર રિલીઝ કર્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution