પાદરા, તા.૧૨

રાજ્ય માં સાવર્ત્રિક વરસાદ થતા અનેક જગ્યા એ પુરની સ્થિતિ સર્જાય છે ત્યારે દેવ ડેમ માંથી ઢાઢર નદીમાં પાણી છોડવામાં આવતા તેની સીધી અસર પાદરા માંથી પસાર થતી ઢાઢર નદી ના કિનારા ગામોને થતા એલર્ટ કરવામાં આવ્યા છે. ભારે વરસાદ ને પગલે દેવ ડેમમાં ૬ દરવાજા ખોલવામાં આવતા ઢાઢર નદી નું જળ સ્તર વધ્યું છે,

તંત્ર સાબદું થયું છે, વહીવટી તંત્ર દ્વારા પાદરા ના છેવાડા ના ઢાઢર નદીના કિનારાના કોટણા અને કોઠવાડા ગામના વિસ્તાર ની મુલાકાત લેવામાં આવી હતી. અને સરપંચ અને તલાટીઓને પણ એલર્ટ રહેવા આદેશ આપવામાં આવ્યા હતા. તેમજ નદી તરફ નીચાણ વાળા વિસ્તારમાં અને કોઝવે તરફ નહિ જવા માટે જણાવવામાં આવ્યું હતું.

પાદરા – કરજણ ને જાેડતા બ્રીજ માં ઢાઢર નદી નું જળસ્તર વધ્યું હોવાનું જણાતા પાદરા મામલતદાર વિજય આંતિયા, તથા કરજણ ના પ્રાંત અધિકારી આશિષ નીયાત્રા સહીત વહીવટી તંત્ર એ પાદરા અને કરજણ ના ઢાઢર નદી ના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવેલ છે.