ઇસ્લામાબાદ,તા.૧૩

પાકિસ્તાનની ઈમરાન ખાન સરકાર પાસે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે પૂરતા રૂપિયા નથી અને સ્વાસ્થ્યકર્મીઓ પીપીઈ કીટ વગર જ સારવાર કરવા માટે મજબૂર બન્યા છે. તેવા સંજાગોમાં ખાનસરકારે સંરક્ષણ બજેટ માટે ૧.૨૯ ટ્રિલિયન એટલે આશરે ૧,૨૮,૯૦૦ કરોડ રૂપિયા ફાળવી આપ્યા છે.

પાકિસ્તાન સરકારે ૨૦૨૦-૨૧ના વર્ષ માટે એક બજેટ રજૂ કર્યું છે જેમાં સંરક્ષણ માટે ૧.૨૯ ટ્રિલિયન રૂપિયા ફાળવવાનો પ્રસ્તાવ છે. ઉદ્યોગ અને ઉત્પાદન મંત્રી હમદ અજહરે નેશનલ એસેમ્બલીમાં ૨૦૨૦-૨૧ના નાણાંકીય વર્ષ માટે બજેટ રજૂ કર્યું હતું. તે સમયે તેમણે તેઓ પાકિસ્તાનના સશસ્ત્ર દળોના આભારી છે તેમ પણ જણાવ્યું હતું.

કોવિડ૧-૯ મહામારી દરમિયાન દેશમાં ચાલી રહેલા નાણાંકીય સંકટ વચ્ચે સરકારે ૭.૧૩ ટ્રિલિયન (૭,૧૩,૭૦૦ કરોડ) રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે અને કોઈ જ નવો કર નથી લગાવાયો. અહીં ધ્યાન આપવાની વાત એ છે કે વર્તમાન નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ જે આગામી ૩૦મી જૂનના રોજ સમાપ્ત થશે તેમાં પણ સંરક્ષણ બજેટને પાછલા નાણાંકીય વર્ષની સમાન જ રાખવામાં આવ્યું હતું. પાકિસ્તાનની તહરીક-એ-ઈન્સાફના નેતૃત્વવાળી સરકારે નવા નાણાંકીય વર્ષ માટે બજેટની જાહેરાત કરી છે. તે પીટીઆઈ દ્વારા પ્રસ્તાવિત બીજા નંબરનું બજેટ છે. પીટીઆઈના

નેતૃત્વવાળી સરકારે જૂન ૨૦૧૯માં પોતાના પહેલા બજેટની જાહેરાત કરી હતી અને પાકિસ્તાનમાં વિભિન્ન વસ્તુઓ અને કરોની કિંમતનું પાલન કરવાનો નિર્ણય લીધો હતો.