અમદાવાદ-

મહેસાણા પોલીસમાં ફરજ બજાવતા અને ટિકટોક તથા ઈન્સ્ટાગ્રામમાં વીડિયો બનાવી પ્રખ્યાત થયેલ મહિલા કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરી ફરી એકવખત વિવાદોમાં સપડાયા છે. બહુચરાજી મંદિરમાં હાજર ડ્યૂટી પર ત્રણ વીડિયો બનાવી સોશિયલ મિડીયા પર વહેતા કર્યા હતા. જો કે આ વિડીયો સામે આવતા જ પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે. અગાઉ પણ અલ્પિતા ચૌધરીએ હાજર ડ્યૂટીએ વર્ધી પહેરીને ટીકટોકનો વિડીયો બનાવ્યો હતો. જો કે ઉપરી અધિકારીઓને જાણ થતા અલ્પિતા ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમ છતા પણ અલ્પિતા ચૌધરીએ ફરી એક વખત નિયમો નેવે મુકીને બહુચરાજી મંદિરમાં ફરજ પર વર્ધી પહેરીને વિડીયો બનાવ્યો છે ત્યારે હવે પોલીસના ઉચ્ચ અધિકારીઓ શું કાર્યવાહી કરશે તે એક પ્રશ્નએ પોલીસ બેડામાં જોર પકડ્યું છે.

મહેસાણા જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા અને ટિકટોક તથા ઈન્સ્ટાગ્રામમાં પોતાના વીડિયો બનાવી પ્રખ્યાત થયેલા મહિલા કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરી ફરી એકવાર વિવાદમાં આવ્યાં છે. ગુજરાત પોલીસની ખાખી વર્દી પહેરી તેમણે બહુચરાજી મંદિરમાં ત્રણ વીડિયો બનાવ્યાં છે. ઈન્સ્ટાગ્રામમાં રિલ્સમાં તેમણે પોતાના વીડિયો મુક્યાં છે. અગાઉ પણ તેમણે વીડિયો બનાવતાં સસ્પેન્ડ થયાં હતાં પણ ફરીવાર તેમણે પોલીસની વર્દી પહેરીને વીડિયો બનાવતાં અનેક સવાલો ઉભા થયાં છે. બહુચરાજી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીની તપાસમાં અર્પિતા ગેરહાજરી જોવા મળી હતી. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દ્વારા સ્ટેશન ડાયરીમાં ગેરહાજરી બાબતે નોંધ કરાઈ છે. બીજી તરફ વિવાદિત પોલીસ કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરીએ વધુ એક વખત નિયમ નેવે મુક્યો છે. બહુચરાજી મંદિરમાં ફરજ ઉપર મુકાયેલી અર્પિતા ચૌધરીએ ફિલ્મ સોંગ્સ પર વીડિયો બનાવી પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર મુક્યા હતા. પોલીસ ડ્રેસમાં ચાલુ ફરજે રિલ્સ બનાવ્યા હતા. આ મામલે બહુચરાજી સરપંચ દેવાંગ પંડ્યાએ જિલ્લા પોલીસ વડાને એક પત્ર લખ્યો છે. જેમાં અલ્પિતા ચૌધરીના વીડિયોથી ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી હોવાની વાત જણાવવામાં આવી છે. અર્પિતાના આ વીડિયોમાં મંદિર પરિસરમાં કરવામાં આવેલી એક્ટિંગ ભક્તો માટે આપતિ જનક હતી. ત્યારબાદ સરપંચ દેવાંગ પંડ્યાએ આ મામલે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અલ્પિતા ચૌધરીને અનેક લોકો ફોલો કરવા લાગ્યા છે. તેની રીલ્સ અને ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર પણ હજારો લાઇક્સ હોય છે ત્યારે તેણે પોતાની ભૂતકાળની ભૂલને ફરી વગોવી છે. અગાઉ જ્યારે આ વિવાદ છંછેડાયો ત્યારે તત્કાલીન પોલીસ વડાએ સ્પષ્ટ સૂચના આપી હતી કે પોલીસ વર્દીમાં કોઈ પણ અધિકારી આ પ્રકારની ગેરશિસ્ત આચરી શકશે નહીં. દરમિયાન ફરીવાર અલ્પિતા ચૌધરીની રીલ વાયરલ થઈ છે ત્યારે આ વખતે પોલીસ ડિપાર્ટમેન્ટ શું પગલા ભરે છે તે જોવું રહ્યું.