અમદાવાદ, શહેરમાં પાણી ઘરે-ઘરે પહોંચાડવા વિવિધ વિસ્તારમાં ઓવરહેડ પાણીની ટાંકીઓ તૈયાર થઈ ગઈ છે ક્યાંક લોકાર્પણ બાકી છે તો ક્યાંક પાઇપ દ્વારા જાેડાણ આપવાના જ બાકી છે મોટા ભાગની સોસાયટીઓમાં જાેડાણ માટેની અરજીઓ હજુ પણ પડતર છે મનપા હજુ સુધી માત્ર વાતો જ કરી રહ્યું છે પાણીના જાેડાણનું માળખું હજુ સુધી પૂરું થયું નથી અને ઓવરહેડ પાણીની ટાંકીઓ તૈયાર કરી પણ કારણ વગર કોરી ધાકોર રહેવા પામી છે જ્યારે અન્ય ટાંકીઓમાં પાણીભર્યા પણ જાેડાણો ન હોવાથી ટાંકી શોભાનો ગાંઠીયો બનીને રહી ગઈ છે.રતનપુરા તળાવ પાસે એક વર્ષ પહેલા ૨૫ લાખ લીટરની ક્ષમતાવાળી પાણીની ટાંકીનું લોકાર્પણ થઇ ગયું છે. પરંતુ તેની આજુબાજુની જુજ સોસાયટીઓને જ હજુ સુધી પાણીનું નળ જાેડાણ આપી શકાયું છે. બાકીની સોસાયટી-ફ્લેટોની અરજીઓ પેન્ડિંગ હોવાનું રહીશો જણાવી રહ્યા છે. બીજી ટાંકી વસ્ત્રાલ ગામમાં બની ગઇ છે. તેનું ચાર માસ પહેલા લોકાર્પણ કરાયું છે પરંતુ તેમાંથી એકપણ સોસાયટીને હજુ સુધી પાણી પુરૂ પડાયું ન હોવાનું અને ૩૦ થી વધુ સોસાયટીઓની પાણીનું જાેડાણ મેળવવા માટેની અરજી પેન્ડિંગ હોવાનું અને તેના પર ધ્યાન અપાઇ રહ્યું ન હોવાનું સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે. રૂદ્રાક્ષ બંગલોઝ, સિલ્વર ૩૪, સાનિદ્ધ બંગલોઝ, શરણમ પેરેડાઇઝ, સાસ્વત મહાદેવ, અક્ષરધામ, માનસરોવર રેસીડેન્સી, જય રેસીડેન્સી, વેદાંત રેસીડેન્સી, રાધેકૃષ્ણ હેરીટેજ ૧-૨, શ્રીજી હાઇટ્‌સ, સત્યમ, શિવમ અને પંચરત્ન મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો, નર્મદા એપાર્ટમેન્ટ પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો સહિતના રહેણાંક વિસ્તારોમાં પાણીનું જાેડાણ આપ્યું નથી. સોસાયટીના રહીશોએ અરજીઓ કરી છે. પ્નલ જાેડાણ આપવામાં અસહ્ય વિલંબ કરાઇ રહ્યો છે. જેના કારણે રહીશોએ ખાનગી બોરનું પાણી પીવું પડી રહ્યું છે. મ્યુનિ.તંત્ર વેરાઓ ઉઘરાવે છે પરંતું સેવાઓ આપવામાં કેમ વિલંબ કરે છે. કોર્પોરેટરો, ધારાસભ્ય રદ દાખવીને મ્યુનિ.અધિકારીઓને અરજીઓનો નિકોલ કરવાનું, પાણીના જાેડાણ આપવાની કામગીરી ઝડપી બનાવવાની સુચના આપે તેવી રહીશો માંગણી કરી રહ્યા છે.