અમદાવાદ, શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમનુ સ્ટ્રક્ચર જાેખમી બનતા અને રિપોર્ટ અનફિટ આવતાં તેનો કોઈ પણ ઇવેન્ટ માટે ઉપયોગ બંધ કરવાનો ર્નિણય એએમસીએ લીધો છે સ્ટ્રક્ચર રિપોર્ટ અનુસાર સ્ટેડિયમ જાેખમી છે તેમાં કોઈપણ ઇવેન્ટ કરવી હાલની સ્થિતિએ જાેખમ છે અરે સરદાર પટેલના સ્ટ્રક્ચર નું રીનોવેશન કરવાની વિચારણા હાથ ધરવામાં આવી છે જાેકે સ્ટેડિયમના મેદાન નો ઉપયોગ થઈ શકશે મેદાન સિવાયનું સ્ટ્રક્ચર જાેખમી બની ગયું છે તાજેતરમાં ખેલ મહાકુંભનો પ્રારંભ કરવાનો થયું હતું ત્યારે મોટી સંખ્યામાં ખેલાડીઓ અને લોકો એકઠા થયા હતા ત્યારે જ સ્ટેડિયમ માં કેટલીક જગ્યાએ પોપડા ખરતા તાત્કાલિક ર્નિણય લેવાની ફરજ પડી છે.જાેકે સ્ટેડિયમના મેદાનનો રમત ગમત માટે ઉપયોગ થઈ શકશે. મેદાન સિવાયનું સ્ટ્રક્ચર જાેખમી છે. તાજેતરમાં જ ખેલ મહાકુંભનો ફરી પ્રારંભ કરવાનો કાર્યક્રમ થયો હતો જેમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પીએમ મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્વતંત્રતા બાદ પરદેશોની ક્રિકેટ ટીમો ભારત આવતી થઈ હતી, શરૂઆતમાં અમદાવાદમાં ગુજરાત કૉલેજ તથા એચ. એલ. કૉમર્સ કૉલેજનાં મેદાનો ઉપર કામચલાઉ તંબૂઓ બાંધીને રમતો રમાડવામાં આવતી. મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા આદિ નગરોની જેમ અમદાવાદમાં પણ પાકું બાંધેલું સ્થાયી સ્ટેડિયમ હોય એવું અગ્રણીઓ ઇચ્છતા થયા. ૧૯૫૬માં આ માટે નવરંગપુરામાં વિશાળ જગ્યા ખરીદવામાં આવી. તે સમયે તેર લાખ રૂપિયામાં ૪,૦૦૦ બેઠકોનું આંશિક પાકું સ્ટેડિયમ મહાનગરપાલિકાએ બાંધ્યું. ક્રિકેટ માટે ટર્ફ પ્રકારની વિકેટ તૈયાર કરાઈ. સ્વીમિંગ પૂલ, સ્કેટિંગ ટ્રેક અને ટેનિસ માટેનાં મેદાનો પણ બંધાયાં. ત્યાર બાદ બાળકોને પ્રશિક્ષણ આપવાની વ્યવસ્થા કરાઈ. અમ્પાયરિંગની સમજ અમ્પાયર મામસા આપતા. સ્ટેડિયમનું સંચાલન સ્પૉર્ટ્‌સ ક્લબ નામની સંસ્થાને અપાયું. તેનું કાર્યાલય પણ બાંધવામાં આવ્યું હતું. સ્અંટેડિયમ બંધાઈ ગયા બાદ ગ્રેજાેએ સપ્તાહ લાંબી ટેસ્ટ સ્પર્ધાઓથી તેમાં ક્રિકેટ ટુર્નામેન્ટનો આરંભ કરેલો. ભૂમિની અછત નહોતી, તેથી વિશાળ મેદાનોમાં ક્રિકેટ રમવામાં આવતી. આવી ક્રિકેટની લોકપ્રિયતા ઘટતી ગઈ. તેથી તેને લોકપ્રિય રૂપ આપવા વનડે મેચનો આરંભ કરાયો. ભારતમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય વન ડે મેચ અમદાવાદમાં સરદાર સ્ટેડિયમ ઉપર ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે રમાઈ હતી.