વોશિંગ્ટન-

અમેરીકાના પ્રમુખ જાે બાયડેને શપથ લીધાને મહિનો થવા આવ્યો છે અને તેમણે દુનિયાના મોટાભાગના નેતાઓ સાથે ફોન પર વાતચીત પણ કરી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ તેમણે વાતચીત કરી છે. જાે કે, દુનિયાભરના નેતાઓની નજર હવે એ બાબત પર હતી કે, તેઓ પોતાના સૌથી મોટા સહયોગી ઈઝરાયેલ અને ત્યારબાદ સઉદી અરબના નેતાઓ સાથે ક્યારે વાત કરે છે. બુધવારે તેમણે ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ સાથે વાત કરી લીધી હતી, પરંતુ હજી સુધી સઉદી અરબના નેતાઓ સાથે તેમણે વાત કરી નથી. સઉદી અરબના પ્રિન્સ સલમાન તેમના ફોનની રાહ જૂએ છે.

સવાલ એ થાય છે કે, અમેરીકા સઉદીને આટલી રાહ શું કામ જાેવડાવે છે. વ્હાઈટહાઉસના અખબારી સચિવ જેન પાસ્કીએ પણ આ બાબતે સવાલ પૂછાતા કહ્યું હતું કે, સઉદીના અન્ય દેશો સાથેના સંબંધોથી અમે ચિંતિત છીએ. તેમણે કહ્યું હતું કે, યોગ્ય સમયની રાહ જાેવી જાેઈએ. પ્રમુખ તેમની સાથે વાત કરશે. ક્યારે કરશે એ બાબતે કશું કહી શકાય નહીં.