અમિત શાહે ધર્મપત્ની સાથે જગત મંદિર ખાતે દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી
29, મે 2022

જામનગર, જામનગરમાં ભારતના ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે પધાર્યા છે. તેઓ આજે દ્વારકા જગત મંદિર ખાતે દર્શનાર્થે જઈ રહ્યા છે, ત્યારે જામનગર એરપોર્ટ ખાતે તેમણે ટૂંકું રોકાણ કર્યું હતું. ત્યારબાદ ગૃહમંત્રી દેવભૂમિ દ્વારકા ખાતે પહોંચ્યા હતા. જ્યાં દ્વારકાના હેલિપેડ ખાતે તેમનું સ્વાગત કરાયું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે સજાેડે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પધારતાં દ્વારકાના હેલીપેડ ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે દ્વારકા જિલ્લાની મુલાકાતે પધાર્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ તેમના ધર્મપત્ની સાથે જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે દેવભૂમિ દ્વારકા મંદિર ટ્રસ્ટના ધનરાજભાઈ નથવાણી, મુળુભાઇ બેરા, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મોહનભાઇ બારાઈ, ખેરાજભાઈ કેર, ઓખા શહેર ભાજપ પ્રમુખ દિલીપભાઈ કોટેચા, દેવભૂમિ દ્વારકા તાલુકા ભાજપ પ્રમુખ વરજાગભાઈ માણેક, ઓખા નગરપાલિકા પ્રમુખ ઉષાબેન ગોહેલ, દેવભૂમિ દ્વારકા તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન કેર, દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉપપ્રમુખ નયનાબા રાણા, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત સદસ્ય, લુણાભા સુમણિયા, દેવભૂમિ દ્વારકા ભાજપ જિલ્લા મંત્રી રમેશભાઈ હેરમા અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત સદસ્ય જે. કે. હથિયા સહિતનાએ કેન્દ્રીય ગૃહ મંત્રીનું સ્વાગત કર્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution