અમરેલી: જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ચોથા દિવસે 88 ફોર્મ રજૂ થયા
12, ફેબ્રુઆરી 2021

અમરેલી-

અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિઘ્ધ થયા બાદ ધીમે ધીમે ઉમેદવારો મેદાનમાં આવી રહૃાાં છે. ત્યારે ચોથા દિવસે 88 જેટલા ઉમેદવારો મેદાનમાં આવતાં કુલ 145 ઉમેદવારોએ અત્યાર સુધીમાં ઉમેદવારી નોંધાવી છે.

ગુરૂવારે અમરેલી જિલ્લા પંચાયતમાં નવા 10 ફોર્મ રજૂ થતાં કુલ 16 ઉમેદવારો મેદાનમાં છે. જયારે તાલુકા પંચાયતમાં જોઈએ તો આજે અમરેલી તાલુકા પંચાયતમાં નવા 9, બગસરામાં 8, ધારીમાં 5, જાફરાબાદમાં 7, ખાંભામાં 2, લાઠીમાં 2, લાઠીમાં 4, રાજુલામાં 4 તથા લીલીયા તાલુકા પંચાયતમાં 1 મળી આજે કુલ 42 ઉમેદવારોએ ઉમેદવારીપત્રો રજૂ કર્યાછે. અમરેલી જિલ્લાની 5 નગરપાલિકામાં નવા અમરેલી પાલિકામાં 8 ઉમેદવારો, બગસરામાં 3, દામનગરમાં 22, સાવરકુંડલામાં 3 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જયારે બાબરા પાલિકામાં એકપણ ઉમેદવારીપત્ર હજુ સુધી કોઈએ પણ રજૂ નહી કરતાં ત્યાં ઝીરો ઉમેદવાર છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution