કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ મતદાન કર્યા બાદ શું કહ્યું
28, ફેબ્રુઆરી 2021

રાજકોટ-

જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે રાજકોટમાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે.  અહીં 111 ઉમેદવારો જિલ્લા પંચાયતની 36 બેઠક માટે  દાવેદાર છે અને 11 તાલુકા પંચાયતની 202 બેઠક પર મતદાન થઇ રહ્યું છે. કુલ 586 ઉમેદવારો ચૂંટણી જીતવા માટે મેદાને પડ્યા છે.

અહીં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ કન્યા પ્રાથમિક શાળા નંબર 2 ખાતે સવારે 7 વાગ્યે જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોતાનો પવિત્ર મત આપ્યો હતો. અહીં વિંછીયા ખાતે મતદાન કુટીરમાં તેમણે પોતાનો મત આપ્યો હતો.  મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાનની ફરજ બજાવે એવી અપીલ તેમણે કરી હતી. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન પ્રક્રિયા શરૂ થઇ છે. અમરેલી અને ગોંડલ​​માં​ મતદાતાઓ મતદાન મથકે પહોંચી રહ્યાં છે અને પોતાનો મત આપી રહ્યાં છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં મતદાન મથકોમાં મતદાન પ્રક્રિયાને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ભાજપ કોંગ્રેસ ઉપરાંત અન્ય પક્ષોએ છેલ્લી ઘડી સુધી મતદારોને રીઝવવા પ્રયાસો કર્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution