18, જાન્યુઆરી 2021
મુંબઇ
પિતાનું અવસાન થતાં ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. શનિવારે વહેલી સવારે હાર્ટ અટેક આવતાં 71 વર્ષની વયે હિમાંશુ પંડ્યાનું અવસાન થયું હતું. પિતાના નિધનથી 'પંડ્યા બ્રધર્સ' ભાંગી પડ્યા છે ત્યારે બંનેની પત્નીઓએ સોશિયલ મીડિયા પર સસરા સાથે વિતાવેલી ક્ષણોને વાગોળીને પોસ્ટ મૂકી છે.
નતાશા સ્ટેનકોવિકે હિમાંશુ પંડ્યાની પરિવારના સભ્યો સાથેની વિવિધ તસવીરો શેર કરીને તેમને યાદ કર્યા છે. કેટલીક તસવીરોમાં હાર્દિક-નતાશાનો દીકરો અગસ્ત્ય દાદા સાથે જોવા મળી રહ્યો છે. એક વિડીયોમાં 'ગૂગલી' કહીને હિમાંશુભાઈ અગસ્ત્યને રમાડી રહ્યા હતા. નતાશાએ આ યાદો શેર કરતાં લખ્યું, "હજી વિશ્વાસ નથી આવતો કે તમે અમને છોડીને જતા રહ્યા છો. તમે ઘરમાં સૌથી ક્યૂટ, ફની અને મજબૂત વ્યક્તિ હતા. તમે અમને ઘણી સુંદર યાદો આપી છે પરંતુ અમારું ઘર સૂનું કરી દીધું છે