અમદાવાદ-

અમદાવાદ એરપોર્ટ પર સ્કેનિંગ દરમિયાન એક પેસેન્જર તેની 750 ડોલરો મુકેલી પ્લાસ્ટીકની બેગ સિક્યુરીટી કાઉન્ટર પર ભૂલીને જતો રહ્યો હતો. જો કે હાઉસકિપિંગને આ બેગ મળી આવતા તેણે સીઆઈએસએફના અધિકારીને જાણ કરી સીસીટીવી ચેક કરી આ પેસેન્જરને શોધીને તેને 750 ડોલરો મુકેલ પ્લાસ્ટીકની બેગ પરત કરી હતી.

શહેરમાં અમદાવાદ એરપોર્ટ પર સિક્યુરિટી ચેકીંગ માટે લોકોનું સ્કેનિંગ કરવામાં આવે છે જેમાં પેસેન્જરોના પાકીટ સહીતની વસ્તુ એક ટ્રેમાં મુકવામાં આવે છે. બાદમાં સ્કેનિંગ બાદ તેમને પરત આપી દેવામાં આવતું હોય છે. જો કે આજ રીતે એરપોર્ટ પર કામ ચાલી રહ્યું હતું ત્યારે બુધવારે એક પેસેન્જર આવ્યો હતો જેને સ્કેનિંગ થતા તેણે એક પ્લાસ્ટિકની બેગમાં ભરેલ 750 ડોલરો ટ્રે માં મુકી હતી. ત્યાર બાદ તે આ થેલી પેસેન્જર સિક્યુરીટી કાઉન્ટર પર જ ભૂલીને ઉતાવરમાં નિકળી ગયો હતો. દરમિયાન એક હાઉસકિપિંગના સ્ટાફને આ બેગ મળી તો તેણે અંદર જોયુ તો અંદર ડોલરો હોવાનું સામે આવ્યું હતુ. જેથી આ હાઉસકિપરે તરત જ સીઆઈએસએફના અધિકારીઓને આ અંગેની જાણ કરી હતી. બાદમાં આ આ પ્લાસ્ટીકની થેલીમાં ડોલરો ભુલી ગયેલા પેસેન્જરને શોધવા માટે સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં એક યુવક સ્કેનિંગ દરમિયાન આ થેલી ઉતાવરમાં ભુલી ગયો હોવાનું દેખાઈ આવતા આ યુવકનો સંપર્ક કરીને 750 ડોલરો મુકેલી પ્લાસ્ટિકની થેલી તેને પરત આપી માનતાનું એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું હતુ.