02, જાન્યુઆરી 2021
આણંદ-
દેશમાં આગામી દિવસોમાં કોરોનાની રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. ત્યારે સરકાર દ્વારા રસીકરણની કામગીરીને લઈ વિકસાવવામાં આવેલી પદ્ધતિની ખરા અર્થમાં ચકાસણી કરવા એક પ્રકારની મોકડ્રિલ હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આણંદ જિલ્લામાં ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આણંદ શહેરમાં આવા ત્રણ આરોગ્ય કેન્દ્ર પર આ રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં આણંદ નગરપાલિકા હોસ્પિટલ, શાળા નંબર 13, બાકરોલ આરોગ્ય કેન્દ્ર પર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ ત્રણ કેન્દ્રો પર આગામી સમયમાં રસીકરણ માટે વિકસાવવામાં આવેલી પદ્ધતિ માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.આણંદમાં હાથ ધરવામાં આવેલી આ ડ્રાય રનમાં આરોગ્ય વિભાગના સીધા નિરીક્ષણ હેઠળ ત્રણ કેન્દ્રો પર રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર રસીકરણની કામગીરીમાં મદદરૂપ સાબિત થઇ રહેશે.