આણંદ પાલિકાની ૪૯ બેઠક પર સરેરાશ ૫૧.૯૨% મતદાન
01, માર્ચ 2021

આણંદ : આજે આણંદ પંથકની જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયત તથા છ પાલિકાની યોજાયેલી ચૂંટણીમાં આણંદ પાલિકાના તેર વોર્ડની ૪૯ બેઠક માટે ૫૧.૯૨% મતદાન થયું હતું. જાેકે, મતદાનની ટકાવારી તથા પાલિકાનો અગાઉના કાર્યકાળ દરમિયાન વકરેલા ભ્રષ્ટાચારના કારણે મતદારોમાં રોષના પગલે સત્તાના સમીકરણમાં અપક્ષની ભૂમિકા મહત્વની રહેશે તે નક્કી છે.

મળતી માહિતી અનુસાર, વર્ષ ૨૦૧૫માં આણંદ પાલિકાના જંગમાં ૫૯.૯૩% મતદાન થવા પામતાં પાલિકાની ૫૨ બેઠક પૈકી ૨૮ પર ભાજપ, ૨૧ પર કોંગ્રેસ તથા ૩ પર અપક્ષનો વિજય થયો હતો. જેથી કોંગ્રેસ માટે હાથવેંત સત્તા સરકી જવા પામી હતી. આજે પાલિકાના યોજાયેલા જંગમાં સત્તા હસ્તે કરવા રાજકીય ડોળો મંડરાવા પામ્યો હોય તેમ છેલ્લાં દશકમાં પાલિકામાં વકરેલા ભ્રષ્ટાચારની અસર વર્તાશે. ઉપરાંત ભાજપ દ્વારા નવી નીતિ અંતર્ગત નો રિપીટ થીયરી અમલમાં મૂકવામાં આવી હતી, જેનાં પગલે મોટાપાયે યુવાઓને તક આપવામાં આવી હતી. બીજી બાજુ કોંગ્રેસએ પણ નો રિપીટ થીયરી લાવી યુવાઓને ટિકિટ આપી હતી. જેનાં કારણે જંગ રસાકસીભર્યો હતો. બંને પક્ષ વચ્ચે રસાકસીના કારણે આ વખતે અપક્ષની પણ ભૂમિકા મહત્વની બનશે, એમાં બેમત નથી.

આજે પાલિકાની તેર વોર્ડની બાવન પૈકી ત્રણ બેઠક બિનહરીફ થતાં ૪૯ બેઠક માટે જંગ યોજાયો હતો. સવારના ચાર કલાકના માંડ તેર ટકા મતદાન નોંધાયા બાદ બપોર પછી મતદાનની ટકાવારીમાં વધારો થતાં આખરે ૫૧.૯૨% મતદાન નોંધાયું હતું. જાેકે, મતદાનની ટકાવારી બાદ સત્તાના સમીકરણની ચર્ચા મંગળવારના મતગણતરી પૂર્વ હાથ ધરવામાં આવતાં અપક્ષની ભૂમિકા મહત્વની બનવા પામશે, એવું જાણવા મળેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આણંદ પાલિકા જંગમાં તેર વોર્ડ પૈકી બંને રાજકીય પક્ષના ચાર ચાર વોર્ડમાં વર્ચસ્વના કારણે બાકીના પાંચ વોર્ડપર સત્તાના સમીકરણ રચાતાં આ વખતના જંગમાં બંને પક્ષ માટે વર્ચસ્વ વાળા વોર્ડમાં પણ અપક્ષ તથા અન્યના કારણે કપરાં ચઢાણ બનવા પામેની શક્યતા જાેવામાં આવી રહી છે.

સરેરાંશ ક્યાં કેટલું મતદાન?

• જિલ્લા પંચાયતમાં ૬૧.૧૦ ટકા

• તાલુકા પંચાયતમાં ૬૨.૬૧ ટકા

• નગરપાલિકાઓમાં ૬૨ ટકા

• કરમસદ પેટાચૂંટણીમાં સરેરાંશ ૪૬ ટકા

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution