ભરૂચ : અંકલેશ્વર IIFL બ્રાંચ ખાતે થયેલ ચકચારી ૩.૨૯ કરોડ કિંમતના સોનાની તથા નવસારી જીલ્લાના ચીખલી IIFL બ્રાંચમાં જુલાઇ ૨૦૧૭ માં થયેલ ૨ કરોડથી વધુ કિંમતના સોનાની લુંટનો ભેદ ઉકેલી લુંટ માં વપરાયેલ ફોરવ્હીલ ગાડીઓ , હથિયાર , રોકડ રકમ અને સોનું મળી કુલ રૂા .૨,૭૩,૪૬,૩૦૭ નો મુદામાલ કબ્જે કરી ૪ આરોપીઓને ભરૂચ પોલીસે ઝડપી પાડ્યા છે. રાંદેરથી પકડાયેલા ૪ લૂંટારુઓમાં મોહસીન ઈખ્તિયાઝ ગુલામ મુસ્તુફા મલેક, મોહમદઅલી હુસેન ગુલામ નાખુદા, મોહસીન મુસ્તુફા જીલાની ખલીફા અને સલીમ અબ્દુલ સિધીક ખાનનો સમાવેશ થયા છે

દિવાળીના પાંચ દિવસ અગાઉ ૯ નવેમ્બરે અંકલેશ્વર ત્રણ રસ્તા પાસે આશિષ શોપીંગ સેન્ટરમાં આવેલ IIFL ગોલ્ડ લોન ફાઇનાન્સની ઓફિસમાંથી ૪ હિન્દીભાષી લુટારૂએ રીવોલ્વર , મોટા છરા સાથે ઘુસી આવી સ્ટાફને રીવોલ્વર તથા છરા બતાવી રોકડ રૂપીયા તથા સોનું મુકવાના લોકરના સ્ટ્રોગ રૂમનું ઓ.ટી.પી. મંગાવી સ્ટ્રોગ રૂમનું લોક ખોલી રોકડ તથા સોનુ મળી કુલ રૂા . ૩.૩૨ કરોડની સનસનીખેજ લૂંટ ચલાવી હતી. સંગઠિત ગુના ખોરી કરતી ટોળકી દ્વારા આ ગુનો આચરવામાં આવેલ હોવાનું જણાતા રેન્જ આઈજી હરીકૃષ્ણ પટેલ, જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ દ્વારા ગુનાવાળી જગ્યાની તાત્કાલીક વિઝીટ સ્ટાફની પુછપરછ કરી ગુના અંગે સંપુર્ણ માહિતી મેળવી હતી.