ભરૂચ-

ધોળા દિવસે લૂંટ થયાની સનસનાટી મચાવનાર ઘટના ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં બની છે. અંકલેશ્વરમાં 3 રસ્તા સર્કલ પાસે આવેલી ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સની ઓફિસમાં ધોળા દિવસે બંધૂકની અણીએ લુંટ ચલાવવામાં આવી છે. કંપનીમાં હાજર કર્મચારીઓને બંધૂક બતાવી ત્યાંથી અંદાજે 4 કરોડના સોનાના દાગીના અને રોકડ લૂંટી અને લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા.

કંપનીમાં કરોડોના દાગીના અને રોકડની થયેલી લુંટની આ ઘટના CCTVમાં કેદ થઈ છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરુ કરી છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે કંપનીની ઓફિસમાં બંધૂક સાથે 4 લૂંટારૂઓ આવે છે અને ત્યાર બાદ કર્મચારીઓને બંધૂક બતાવી તેમને અંદરના રૂમમાં મોકલી દે છે. 4માંથી 2ના હાથમાં બંધૂક છે જ્યારે એકના હાથમાં કોઈ ધારદાર હથિયાર છે.કંપનીની ઓફિસમાંથી 4 કરોડના સોનાના દાગીના અને રોકડ રકમ લઈ અને લૂંટ કરનાર શખ્સો કારમાં ફરાર થઇ જાય છે. પોલીસે લુંટારુઓને પકડી પાડવા માટે નાકાબંધી કરી એલર્ટ જાહેર કર્યું છે.