અંકલેશ્વરની ઝાયડસ કેડિલા હેલ્થકેર કંપનીમાં લાગી આગ, 3 કર્મચારીઓ ઇજાગ્રસ્ત
28, ઓક્ટોબર 2020

ભરૂચ-

અંકલેશ્વરની ઝાયડસ કેડિલા હેલ્થકેર કંપનીમાં રીએક્ટરમાં પાવડર નાખતા સમયે અચાનક ભડકો થતા 3 કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. જેઓને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્ટિપટલમાં ખસેડવામાં આવ્યા હતા.મળતી વિગતો અનુસાર અંકલેશ્વર G.I.D.C.ના પ્લોટ નંબર 291 પર આવેલા ઝાયડસ કેડિલા હેલ્થકેર કંપનીમાં મંગળવારના રોજ ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન C.P. પ્લાન્ટમાં રીએક્ટરમાં પાવડર નાખતા સમયએ અચાનક ભડકો થયો હતો.જેના પગલે રીએક્ટર નજીક કામ કરી રહેલા 3 કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. દાઝી ગયેલા કર્મચારીઓમાં દેવેન્દ્ર બારીયા, કનુભાઈ પરમાર, તથા અમૃત પટેલ નોસમાવેશ થાય છે. આ 3 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. અંકલેશ્વરની ઝાયડસ કેડિલા હેલ્થકેર કંપનીમાં અચાનક ભડકો થતા 3 કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. જેઓને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્ટિપટલમાં ખસેડવામાં આવ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution