મુંબઇ-

આખરે એક વર્ષ બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આંતરરાષ્ટ્રીય મેચ માટે મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. ભારતીય મહિલા ટીમ આગામી ૭ માર્ચથી સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે વનડે અને ટેસ્ટ સિરીઝ રમવાની છે. આ સિરીઝ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ ટી૨૦ અને વનડે ટીમની જાહેરાત કરી દીધી છે. ભારતીય મહિલા વનડે ટીમની કમાન અનુભવી મિતાલી રાજને સોંપવામાં આવી છે. તો ટી૨૦ સિરીઝમાં ટીમનું નેતૃત્વ હરમનપ્રીત કૌર કરશે.

દેશમાં ક્રિકેટની વાપસી થઈ ગઈ છે. ડોમેસ્કિની સાથે ભારતીય પુરૂષ ટીમ ઈંગ્લેન્ડ સામે સિરીઝ રમી રહી છે. હવે મહિલા ટીમ પણ મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. ભારતીય ટીમ છેલ્લે મહિલા ટી૨૦ વિશ્વકપની ફાઇનલમાં ૮ માર્ચ ૨૦૨૦ના રોજ મેદાનમાં ઉતરી હતી. ત્યારબાદ મહિલા ટીમે એકપણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી.

આફ્રિકા સામે સિરીઝ માટે ભારતીય મહિલા વનડે ટીમ

મિતાલી રાજ (કેપ્ટન), સ્મૃતિ મંધાના, પુનમ પ્રિયા, જેમિમાહ રોડ્રિગ્સ, યસ્તિકા ભાટિયા, હરમનપ્રીત કૌર, ડે હેમલતા, દીપ્તિ શર્મા, સુષ્મા વેર્મા, શ્વેથા વેર્મા, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, ઝુલુન ગોસ્વામી, માનસી જાેશી, પુનમ યાદવ, મોનિકા પટેલ, પ્રથ્યુષા.

ટી૨૦ સિરીઝ માટે ભારતીય ટીમ

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમીમાહ રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ, સુષ્મા વેર્મા, નુઝહત પ્રવીન, આયુષી સોની, અરુંધતી રેડ્ડી, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, પુનમ યાદવ, માનસી જાેશી, મોનીકા પટેલ, સી પ્રથ્યુષા, સિમરન દિલ બહાદુર.

વનડેનો કાર્યક્રમ

૭ માર્ચ, પ્રથમ વનડે

૯ માર્ચ, બીજી વનડે

૧૨ માર્ચ, ત્રીજી વનડે

૧૪ માર્ચ, ચોથી વનડે

૧૭ માર્ચ, પાંચમી વનડે

ટી૨૦ સિરીઝનો કાર્યક્રમ

૨૦ માર્ચ, પ્રથમ ટી૨૦

૨૧ માર્ચ, બીજી ટી૨૦

૨૩ માર્ચ, ત્રીજી ટી૨૦