ગેરતપુર-વડોદરા, ડભોઈ-પ્રતાપનગર સેકશનનું વાર્ષિક ઈન્સ્પેકશન કર્યું
18, ફેબ્રુઆરી 2021

વડોદરા

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલે આજે વડોદરા ડિવિઝનના ગેરતપુર-વડોદરા અને ડભોઈ-પ્રતાપનગર સેકશનનું વાર્ષિક નિરીક્ષણ કર્યું હતું. અને ડભોઈ-પ્રતાપનગર વચ્ચે સ્પીડ ટ્રાયલિંગ પણ કરવામાં આવી હતી. નિરીક્ષણ દરમિયાન આ સેકશનના નડિયાદ, આણંદ અને વડોદરા રેલવે સ્ટેશનોની મુસાફરોની સુવિધાઓ ઉપરાંત સ્ટાફ સુવિધાઓ, સલામતી, સુરક્ષા, માળખાગત સુવિધાઓ અને વિકાસને લગતા અન્ય વિવિધ કામોનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન વડોદરા ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર અમિત ગુપ્તા અને રેલવેના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કંસલે આ સેકશનમાં પુલો, લેવલ ક્રોસ્ગિં ગેટ, રેલવે કોલોની, કર્વ, ગેંગ અને ટ્રેકનું નિરીક્ષણ કર્યું હતું. ઈ-પ્રતાપનગર વિભાગ ઉપર સ્પીડ ટ્રાયલિંગ પણ કરાઈ હતી. તેમણે આણંદ સ્ટેશન પર ડિવિઝનની વિવિધ બ્રાન્ચો દ્વારા આયોજિત પ્રદર્શનો પણ જાેયા હતા અને પ્રિપેડ મિટરિંગ, ગેંગ ટૂલ અને રેસ્ટરૂમ, નડિયાદ, ઈઆઈ બિલ્ડિંગ, વડોદરા યાર્ડ, સ્ટાફ ક્વાર્ટર્સ, ઈટોલા અને પ્રતાપનગરના રેલવે હોસ્પિટલના મેડિકલ સ્ટોર્સના અપગ્રેડેશન જેવી સ્ટાફ સુવિધાઓનું પણ ઈ-ઉદ્‌ઘાટન કર્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution