અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા,આણંદ જિલ્લાના 35 વર્ષીય યુવાનનું મોત
21, મે 2021

અમેરિકા

અમેરિકામાં વધુ એક ભારતીયની લૂંટના ઇરાદે હત્યા અમેરિકાના ન્યૂયોર્કમાં રહેતા મૂળ બોરસદ તાલુકાના ભાદરણ ગામના પટેલ યુવાનની લૂંટારાઓ એ લૂંટના ઇરાદે હુમલો કર્યો. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલ યુવકનું આખરે મોત નીપજ્યું હતું આ ઘટનાથી અમેરિકામાં સમગ્ર ગુજરાતીઓમાં રોષ ફેલાયો છે .લૂંટારાઓને ઝડપી માં ઝડપી સજા મળે એ માટે માંગ ઉઠી છે .

આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ભાદરણ ગામના 35 વર્ષીય કિંશૂક પટેલ ન્યૂયોર્ક શહેરમાં પોતાનો સ્ટોર વસ્તી કરી ઘરે જવાની તૈયારીમાં હતા તે સમયે બે લોકો એ સ્ટોર માંથી વસ્તુની માંગ કરી પરંતુ સ્ટોર કલોઝ હોવાના કારણે તેમણેના પડતા યુવાન પણ માથા પાર જીવલેણ ઘા મારી હુમલો કર્યો હતો જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયા આખરે મોત નીપજ્યું હતું કિંશૂક જયારે પોતાના ઘરે સમયસર ના પહોંચતા તેના પિતા એ તેના મામા ને જાણ કરી મામા અને તેમના કઝીન ભાઈ દુકાને જોવા ગયા તો ત્યાં કિંશૂક લોહીલુહાણ હાલત માં પડ્યો હતો તેને તુરંત જ હોસ્પિટાલ ખસેડવાનો પ્રયત્ન કર્યો પરંતુ હોસ્પિટલ પહોંચતા પેહલાજ કિંશૂક મોતને ભેટે થયી ગયો હતો.

ગુજરાતમાં રહેતા મૃતકના મિત્રના જણાવ્યા અનુસાર કિંશૂકપટેલ 9-10 વર્ષ ઉમરથી અમેરિકામાં સ્થાયી થયો હતો તેને નાની ઉમર થી મેહનત કરી અમેરિકામાં ત્રણ જેટલા સ્ટોર ઉભા કર્યા હતા.2015માં જ તેના લગ્ન ધર્મજની યુવતી રૂચિતા સાથે થયા હતા તેને બે પુત્ર છે એક પુત્ર લગભગ 4 વર્ષનો જયારે બીજો પુત્ર હજી તો 6 મહિના નો જ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution