દિલ્હી-

ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ દિલ્હીના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે વેક્સિન લગાવ્યા પછી કોરોના સામે એન્ટિબોડી ૮ મહિના અથવા વધુ સમય સુધી રહી શકે છે. તેમણે કહ્યું કે વૈજ્ઞાનિકો લાંબા સમૌ સુધીની સુરક્ષા માટે ઝડપથી કામ કરી રહ્યા છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ૫૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિનેશન માર્ચથી શરૂ થઈ શકે છે. કોરોના પર નેશનલ ટાસ્ક ફોર્સના સભ્ય ગુલેરિયાએ સોશિયલ મીડિયા પર ઘણા સવાલોના જવાબ પણ આપ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે લગભગ ૧૪ દિવસ બાદ એન્ટિબોડી વિકસિત થશે. તે સ્પષ્ટ નથી કે તેના દ્વારા માલતિ સુરક્ષા કેટલા દિવસ સુધી રહેશે, પરંતુ એવું માનવામાં આવી રહયું છે કે આ ઓછામાં ઓછું ૮ મહીના કે તેથી વધુ સમય સુધી અસરકારક રહેશે.

૧૬ જાન્યુઆરીએ વેક્સિનેશન શરૂ થયા બાદ ભારતમાં કોવિશીલ્ડ અને કોવેક્સિનના ૭૫ લાખથી વધુ ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. ગુલેરિયાએ વધુમાં કહ્યું હતું કે ૫૦ વર્ષ કરતાં વધુ વયના લોકોને નર્ચ ૨૦૨૧થી વેક્સિન આપવાની શરૂ થઈ જશે. તેમણે એ પણ જણાવ્યું હતું કે તેમાં ૨૦ થી ૫૦ વર્ષ વચ્ચેના બીમાર લોકો પણ સામેલ રહેશે. પશુ ચિકિત્સકોને વધુ જાેખમ વાળી યાદીમાં સામેલ કરવામાં આવ્યા નથી તે બાબતના સવાલ પર તેમણે કહ્યું હતું કે આવું એટલા માટે કારણ કે તેઓ કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યા નથી હોતા.

ગુલેરિયાએ જણાવ્યું હતું કે ઉંમરના આધારે વધુ ગંભીર બીમારીથી પીડાતા લોકોને પણ વેક્સિન આપવામાં આવશે. શા માટે સરકાર અન્ય દેશોને વેક્સિનની સપ્લાય કરીને આપણાં દેશના લોકોને વેક્સિન અપાવાથી કેમ વંચિત રાખી રહી છે? આ સવાલના જવાબમાં ગુલેરિયાએ કહ્યું હતું, કારના કે લોકો મુસાફરી કરીને વાઇરસના વાહક બને છે, આ માટે પ્રસારને નિયંત્રિત કરવા માટે દરેકને વિશ્વ સ્તર પર વેક્સિન લગાવવામાં આવવી જાેઈએ. એટલા માટે, દરેક દેશોને વેક્સિનનો પોતાનો હિસ્સો પ્રાપ્ત કરવાની આવશ્યકતા છે.