દુબઇ 

બોલિવુડનું મોસ્ટ બ્યૂટિફૂલ કપલ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી હાલ દુબઈમાં છે. જ્યાં તેઓ પોતાના પહેલા સંતાનના આગમન પહેલા એકબીજા સાથેનો ફ્રી સમય પસાર કરી રહ્યા છે. અનુષ્કાએ હાલમાં ઈન્સ્ટાગ્રામ પર પતિ વિરાટ કોહલી સાથેની બે સુંદર તસવીરો શેર કરી છે અને પોસ્ટના કેપ્શનમાં રેડ હાર્ટ ઈમોજી મૂક્યું છે. તસવીરોમાં એક્ટ્રેસ પતિના બાહુપાશમાં જોવા મળી રહી છે. તેણે બ્લેક લૂઝ ટોપ પહેર્યું છે જ્યારે વિરાટે ટ્વિનિંદ કરતાં બ્લેક ટી-શર્ટ પહેર્યું છે. એક તસવીરમાં અનુષ્કા પતિના ગાલ પર કિસ કરતી જોવા મળી રહી છે.

કપલની આ સુંદર તસવીરો માત્ર ફેન્સ જ નહીં પરંતુ ઈન્ડસ્ટ્રીના તેના ફ્રેન્ડ્સને પણ પસંદ આવી છે. પ્રિયંકા ચોપરા, મૌની રોય અને તાહિરા કશ્યપે આ પોસ્ટ પર કોમેન્ટ કરી છે.


વિરાટ કોહલી IPLની મેચના કારણે દુબઈમાં છે. જ્યાં ગઈકાલે (6 નવેમ્બર) તેણે પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા હતા. વિરાટે RCBની ટીમ સાથે બર્થ ડે મનાવ્યો હતો. આ દરમિયાન અનુષ્કા શર્મા પણ તેની સાથે રહી હતી. એક વીડિયોમાં તે કેક કટ કરીને અનુષ્કાને પ્રેમથી ભેટતો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અનુષ્કા શર્મા પ્રેગ્નેન્ટ છે. ઓગસ્ટ મહિનામાં કપલે આ ન્યૂઝ ફેન્સ સાથે શેર કર્યા હતા. તેમણે એક ક્યૂટ તસવીર શેર કરી હતી. જેમાં અનુષ્કાનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. કેપ્શનમાં લખ્યું હતું કે, 'અને પછી અમે ત્રણ થયા...જાન્યુઆરી 2021માં આવી રહ્યું છે'. અનુષ્કા શર્મા બોલિવુડની મોસ્ટ સ્ટાઈલિશ હીરોઈનોમાંથી એક છે. પ્રેગ્નેન્સી દરમિયાન પણ તેની સ્ટાઈલ ઓન પોઈન્ટ છે. RCBની મેચ દરમિયામ ટીમ અને પતિને ચીયર કરવા માટે સ્ટેડિયમ પહોંચતી અનુષ્કાની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થતી રહે છે. જેમાં તેના સ્ટાઈલિશ અંદાજની ઝલક જોવા મળે છે.