‘વાદા રહા સનમ’ ના ગીતકાર અનવર સાગરનું ૭૦ વર્ષની વયે નિધન
05, જુન 2020

બોલિવૂડના દિગ્ગજ ગીતકાર અનવર સાગરનું ૭૦ વર્ષની વયે અવસાન થયું. બુધવારે સાંજે તેમને મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. હજી સુધી તેના મોત પાછળનું કારણ જાણી શકાયું નથી. ઇન્ડીયન  પરફોર્મરાઇટ સોસાયટી લિમિટેડે એક ટ્‌વીટ કરીને ગીતકારના અવસાન વિશે માહિતી આપી હતી અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.ઇન્ડીયન પરફોર્મ રાઇટ સોસાયટી લિમિટેડએ એક ટ્‌વીટમાં લખ્યું છેઃ “અનુભવી ગીતકાર અને આઈપીઆરએસના સભ્ય, અનવર સાગરજીનું આજે નિધન થયું. તેઓ ‘વાદા રહા સનમ’ જેવા ગીતો લખવા માટે જાણીતા છે. તેઓ વિજય પથ અને યારાના જેવી પ્રતિષ્ઠીત ફિલ્મો માટે ગીતો પણ લખ્યા હતાં. અનવર સાગરે અક્ષય કુમાર અને આયેશા ઝુલકાની ફિલ્મ ખિલાડીમાં વાદા રહા સનમ અને અજય દેવગન તેમજ તબ્બૂ સ્ટારરર વિજયપથ અને યારાના જેવી ફિલ્મો માટે પણ ગીત લખ્યા હતા. પરંતુ તેમણે સૌથી વધારે ઓળખ ત્યારે મળી હતી જ્યારે તેમણે વાદા રહા સનમ ગીત લખ્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution