અરવલ્લી-

જિલ્લાના સફાઇ કામદારોને છુટા કરી દેવામાં આવતા જિલ્લા કલેકટર કચેરી સામે વાલ્મિકી સંગઠનના આગેવાન અને સફાઇ કામદારોએ ભજન મંડળી યોજી વિરોધ પ્રદર્શન કર્યો હતો. વિવિધ પશુ દવાખાનાઓમાં આઉટ સોર્સીંગથી ફરજ બજાવતા 25 થી વધુ કર્મચારીઓને છેલ્લાં કેટલાય મહિનાથી છુટ્ટા કરી દેવામાં આવતા તમામ કર્મચારીઓના પરિવારોને ગુજરાન ચલાવવું મુશ્કેલ થઇ પડ્યું છે. છૂટા કરાયેલા સફાઇકર્મીઓને પરત લેવાની માગ સાથે કેટલાય સમયથી જિલ્લા કલેક્ટર અને ડી.ડી.ઓ સહિતના અધિકારીઓને રજૂઆત કરીને થાકી ગયેલા સફાઇ કામદારોએ અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો. છેવટે કલેક્ટર કચેરીએ ટાઉન પોલીસે પહોંચીને એક બાળકી સહિત 8 લોકોની અટકાયત કરી હતી. જેમાં પોલીસે વાજિંત્ર સહિતના વાદ્યો જપ્ત કર્યા હતા.