અમદાવાદ-

ભાજપ આઈટી સેલના સભ્ય હોવાનું મનાતા અને સોશ્યલ મીડીયામાં હજારો ફોલોઅર્સ ધરાવતા સમીત ઠક્કરની મુંબઈ પોલીસે રાજકોટથી ધરપકડ કર્યાનું જાણવા મળે છે. મળતી માહિતી મુજબ મુંબઈના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેના પુત્ર કેબીનેટ મીનીસ્ટર આદિત્ય ઠાકરે વિરૂદ્ધ અપમાનજનક સોશ્યલ મીડિયાની પોસ્ટ કરવા સબબ સમીત વિરૂદ્ધ મહારાષ્ટ્ર અને મુંબઈમાં ૪ ફરીયાદ થયેલ છે. મુંબઈ પોલીસે ટ્રાન્સપોર્ટર મનાતા આ સમીત ઠક્કરને રાજકોટથી ઝડપી લેતા અદાલતે તેને ૩૦ ઓકટોબર સુધી રીમાન્ડ ઉપર મૂકેલ છે. નાગપુર પોલીસમાં સામેલ રહી હતી. તેને નાગપુર લઈ જવાયેલો છે. સમીત ઠક્કરને એક અહેવાલ મુજબ મેનકા ગાંધી, પિયુષ ગોયલ અને નરેન્દ્રભાઈ જેવા ધુરંધરો ટ્વીટર ઉપર ફોલો કરી રહ્યા છે. સત્તાવાર વિગતો મેળવવા પ્રયાસ થઈ રહ્યો છે.