દિલ્હી-

કેન્દ્ર સરકારના કૃષિ કાયદા સામે ખેડૂતોએ આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. જેને લઇને કેન્દ્ર સરકારે એડવાયઝરી જાહેર કરી છે. ખેડૂતોના આંદોલનના સમર્થનમાં અનેક ટ્રેડ યૂનિયન અને રાજકીય પાર્ટીઓ સામેલ છે. કેન્દ્ર સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે અનેક વાતચીત થઇ છે. જો કે, અત્યાર સુધી કોઇ નિર્ણય સામે આવ્યું નથી.ખેડૂતોના નેતાઓ અનુસાર સવારે 11 કલાકથી બપોરના ત્રણ કલાક સુધી ચક્કા જામ અને પ્રદર્શન કરવામાં આવશે. આ દરમિયાન પ્રમુખ રસ્તાઓને જામ કરવામાં આવશે.વધુમાં જણાવીએ તો ખેડૂતો 9 ડિસેમ્બરે કેન્દ્ર સરકારની સાથે આ મુદ્દે ફરીથી વાતચીત કરી શકે છે. કેન્દ્રના હાલના કૃષિ કાયદા વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના સંઘે મંગળવારે રાષ્ટ્રવ્યાપી બંધના આહ્વાનને અમુક મજૂર સંઘોએ પણ સમર્થન આપવાની જાહેરાત કરી છે.

જો કે, ખેડૂતોના નેતાઓએ કહ્યું કે, કોઇ પણ લોકોએ બંધમાં સામેલ થવા માટે મજબૂર કરવામાં આવશે નહીં. ભારત બંધ અને અનેક સંગઠનોને સમાંતર ખેડુતોને ટેકો આપવા સમર્થન આપવાની લગભગ તમામ વિપક્ષી પાર્ટીઓએ કરેલી ઘોષણાને પગલે કેન્દ્રએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સુરક્ષા વધારવા અને શાંતિ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપતી સલાહ-સૂચન જારી કર્યું હતું.વધુમાં જણાવીએ તો તમામને પ્રતિકાત્મક બંધમાં જોડાવા અપીલ કરતા ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે, તેમના પ્રદર્શનના ભાગરૂપે સવારે 11 થી બપોરે 3 કલાક સુધી તેઓ એક ચક્કા જામ કરશે જે દરમિયાન મોટા રસ્તાઓ જામ થશે. આ પ્રદર્શન હેઠળ ઉત્તર રાજ્યો, ખાસ કરીને પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને દિલ્હીના ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા.મહારાષ્ટ્રમાં બંધ પર રાજ્ય ટ્રક ટેમ્પો ટેન્કર્સ વાહતુક સંઘના સચિવ દયા નાટકરે કહ્યું કે, દૂધ, શાકભાજી અને ફળ જેવી જરૂરી વસ્તુઓ પર બંધને લીધે કોઇ અસર થશે નહીં. વરિષ્ઠ ટેક્સી યૂનિયન નેતા એ એલ કાઉદરોસે કહ્યું કે, ટેક્સીઓ મહાનગરમાં ચાલશે, કારણ કે, કોરોના મહામારી તેમજ લોકડાઉન પહેલા જ આ વિસ્તાર ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત છે. રેલવે યૂનિયન એઆઇઆરએફ, એનએફઆઇઆરે 'ભારત બંધ' ના સમર્થનમાં નિર્ણય કર્યો છે.