પોરબંદર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે ૧૫૨મી જન્મ જયંતી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધી જયંતિ અવસરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરના કીર્તિ મંદિરમાં આયોજિત પ્રાર્થના સભામાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ આ વેળાએ કીર્તિ મંદિરની મુલાકાત લઈ પૂજ્ય બાપુને ભાવસભર અંજલિ આપી કૃતજ્ઞતા વ્યકત કરી હતી. પોરબંદરમાં બાપુના જન્મ સ્થળ કિર્તીમંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ હતી. સર્વધર્મ પ્રાથના સભા કાર્યક્રમમાં દર વર્ષની પરંપરા મુજબ રાજ્યના મુખ્યપ્રધાને હાજરી આપી હતી. તેમણે વહેલી સવારે સૌથી પહેલા ગાંધીજી તેમજ કસ્તુરબાના તૈલીય ચિત્રને પુષ્પાંજલિ અર્પી હતી. મુખ્યમંત્રી સાથે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ,પ્રસિદ્ધ ભાગવત કથાકાર અને સાંદિપની ગુરુકુળના સ્થાપક પૂજ્ય રમેશભાઈ ઓઝા, સાંસદ રામભાઈ મોકરિયા, રમેશભાઈ તેમજ ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા અને અગ્રણીઓ તેમજ જિલ્લા વહીવટી તંત્ર ના અધિકારીઓ પણ પ્રાર્થના સભામાં જાેડાયા હતા અને પૂજ્ય બાપુને ભાવાંજલિ આપી હતી.