ફિલ્મ પેન્ગવિનનું ટીઝર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે. અમેઝોન પ્રાઈમ વીડિયો પર ૧૯ જૂનના રોજ પોતાના વિશેષ વર્લ્ડ પ્રીમિયર માટે નિર્ધારિત આ મનોવૈજ્ઞાનિક થ્રિલર પેન્ગવિન એક માતા દ્વારા પોતાના બાળકને બચાવવાની કોશિશમાં શારીરિક અને ભાવનાત્મક સફર પર આધારિત છે. કાર્તિક સુબ્બારાજ, સ્ટોન બેન્ચ ફિલ્મ્સ અને પેશન સ્ટુડિયોઝ પ્રોડક્શનની આ ફિલ્મના પોસ્ટરે પહેલેથી જ દર્શકોમાં ખુબ ઉત્સુકતા પેદા કરી છે. ૨૪ કલાક પહેલા રિલીઝ કરાયેલા આ ટીઝરના વીડિયોને યુટ્યુબ પર ૩૩ લાખથી વધુ વાર જોવાઇ હતી.