12, ફેબ્રુઆરી 2021
અમદાવાદ-
પોપ્યુલર બિલ્ડરના માલિક રમણ પટેલની મુશ્કેલી ઓછુ થવાનુ નામ નથી લઈ રહી. ત્યાં જ મુશ્કેલીમાં વધારો કરે તેવી વધુ એક ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. રમણ પટેલ અને તેના બે પુત્રો વિરુદ્ધ વધુ એક ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ મથકે નોંધાઈ છે.
પોલીસે એક આરોપીની ધરપકડ કરી અન્ય ફરાર બેની શોધખોળ હાથ ધરી છે. વસ્ત્રાપુર પોલીસે ફરિયાદ નોંધી છે કે પિતા પુત્રએ મળી છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યા છે. રમણ પટેલ અને તેના બે દીકરાઓએ સિંધુ ભવન પર બનાવેલ ફૂડ કોર્ટમાં સુપરવાઈઝરને પૈસા ન ચુકવ્યા હોવાથી ફરિયાદ નોંધાઈ છે. સુપરવાઇઝર સંદિપ પ્રજાપતિને મહેનતાણા પેટેના ૧૨ લાખ ૩૦ હજાર રૂપિયાના ન આપ્યા હોવાની વસ્ત્રાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. રમણ પટેલ અને તેના બે પુત્રો વિરુધ્ધ ફરિયાદ નોંધાતાની સાથે જ પોલીસે એક પુત્ર પ્રિયેશ પટેલની ધરપકડ કરી છે. જાેકે રમણ પટેલ અને મોનાંગ પટેલની ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરી છે.