18, જાન્યુઆરી 2022
અમરેલી, અમરેલી શહેરમાં આવેલી એમ. એમ. મહિલા કોલેજ ટ્રસ્ટ સંચાલિત ચાલી રહી છે. અહીં મોટા પ્રમાણમાં વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરવા માટે આવી રહી છે જ્યારે અગાઉ સવારે ૮ વાગ્યાનો સમય હતો તે કોલેજના મેનેજમેન્ટ દ્વારા ફેરફાર કરી સમય બદલાવતા વિદ્યાર્થિનીઓ સમયસર ઘરે પહોંચી શકતી ના હોવાની ફરિયાદ છે. જેના કારણે કોલેજના પ્રિન્સિપાલ અને મેનેજમેન્ટ સુધી રજૂઆતો કરાઈ પરંતુ કોઈ પરિણામ મળ્યું નહિ આખરે આજે વિદ્યાર્થિનીઓની વ્હારે અમરેલી ના કેટલાક યુવાનો મદદ માટે આવતા તમામ વિધાર્થિનીઓએ એકઠા થઇ કોલેજને તાળું મારી દીધું હતું. જયશ્રી નામની વિધાર્થિનીએ કહ્યું કે, કોલેજમાં બપોરનો ટાઈમ છે તે ટાઈમ અમારે અનુકૂળ નથી આવતો સવારનો ટાઈમ કરવો છે પણ કોઈ નથી કરી આપતું. અગાઉ ૩ દિવસ પહેલા પણ અમે આંદોલન કર્યું હતું અને લેખિત મેનેમેન્ટ ને રજૂઆતો કરી છે છતાં એમ કહે છે ટાઈમ તો ચેન્જ નહી જ થાય. અમારે સવારનો ટાઈમ કરવો છે કેમ કે ગામડા વાળા ને આ ટાઈમે ઘરે પોહચવામાં રાત પડી જાય છે. અમને જાણ પણ ન કરી અને સવારનો ટાઈમ ચેન્જ કરી બપોરનો કરી દીધો છે. ઇન્ચાર્જ પ્રિસિપાલ બી.આર.ચુડાસમા એ કહ્યું સમયમાં થોડો ફેરફાર કર્યો છે મેનેજમેન્ટ કહે છે વહેલી સવારે કેટલાક વિદ્યાર્થીઓ નથી પહોંચી શકતા. મેં આજે મેનેજમેન્ટ ને પણ જાણ કરી હતી મેનેજમેન્ટ વિધાર્થીઓ ને મળ્યા છે સમજાવ્યા છે.