મહિસાગરની નગરપાલિકાઓને મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂા.૨.૭૫ કરોડની સહાય
18, ઓગ્સ્ટ 2020

બાલાસિનોર, તા.૧૭ 

ગુજરાતના શહેરોના વિકાસ કાર્યોની કડીના ભાગરૂપે મુખ્યમંત્રીના હસ્તે રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને વિકાસ કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા ૧૦૬૫ કરોડની રકમના ચેક અર્પણ માટે ઓનલાઈન સમારોહ યોજાયો.

ગાંધીનગર ખાતે મુખ્ય મંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી નિતિન પટેલ અને ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી સહિત અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં ઓનલાઇન સમારોહમાં મંત્રીઓ, પદાધિકારીઓ અને અધિકારીઓ જાેડાયાં હતા. મુખ્યમંત્રીએ રાજ્યના શહેરોનો સમતોલ અને સંતુલિત વિકાસ થઇ રહ્યો છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ શહેરોમાં પાયાની અને માળખાગત સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી હોવાનું કહ્યું હતું. આ સમારોહમાં મુખ્ય મંત્રીના સંબોધન બાદ મહિસાગર જિલ્લા કલેક્ટર કચેરીના વિડીયો કોન્ફરન્સ હોલમાં ગુજરાત રાજ્ય નાગરિક પૂરવઠા નિગમ ચેરમેન રાજેશભાઇ પાઠકના અધ્યક્ષસ્થાને મહાનુભાવોની ઉપસ્થિતિમાં મહિસાગર જિલ્લાના બાલાસિનોર નગરપાલિકાને રૂપિયા એક કરોડ બાર લાખ પચાસ હજાર, લુણાવાડા નગરપાલિકાને એક કરોડ બાર લાખ પચાસ હજાર, સંતરામપુર નગરપાલિકાને પચાસ લાખ મળી જિલ્લામાં રૂ.૨.૭૫ કરોડના ચેક મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યો હતો. 

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન ખાંટ, સંસદ રતનસિંહ રાઠોડ, ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોર, ધારાસભ્ય જીજ્ઞેશભાઈ સેવક, અગ્રણી જે.પી.પટેલ, અધિક જિલ્લા કલેક્ટર આર.બી.બારડ, નિવાસી કલેક્ટર આર.આર.ઠક્કર, પાલિકા પ્રમુખઓ, પાલિકાના મુખ્ય અધિકારીઓ સહિત ઉપસ્થિત રહી ગાંધીનગર ખાતેથી ઓનલાઇન સમારોહમાં જાેડાયાં હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution