માંડવી, માંડવીનાં ગોળસંબા ગામ ખાતે ૩૦ જેટલા કોરોના પોઝિટિવ કેસો નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા સંપૂર્ણ ગામ ૧૪ દિવસ માટે સીલ કરી ગામમાં અવર-જવર સંપૂર્ણ બંધ કરી દેવાય. પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી તાલુકાનાં ગોળસંબા ગામ ખાતે ૩૦ જેટલા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા. ઝડપથી વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા માંડવી તાલુકા આરોગ્ય વિભાગનાં અધિકારી ડૉ. રાજુભાઇ ચૌધરી દ્વારા સંપૂર્ણ ગામ ૧૪ દિવસ માટે પોલીસ બંદોબસ્ત સાથે સીલ કરી દેવાયુ છે. ગામમાં કોરોના ગ્રસ્ત પરિવારો માટે આજુ-બાજુનાં ગામો દ્વારા શાકભાજી, દૂધ તેમજ અન્ય જીવન જરૂરિયાતની ચીજ વાસ્તુઓની સગવડો પૂરી પાડવામાં આવે છે. તેમજ ગ્રામજનો દ્વારા પોતાના ઘરે રસોઈ બનાવી કોરોના ગ્રસ્ત પરિવારોને ભોજન આપવાનું સેવાકાર્ય કરાય રહ્યું છે. ગામનાં સરપંચ ગીરીશભાઈ રાઠોડ દ્વારા આ તમામ કામગીરીની દેખરેખ રાખી કોઈ પણ ગ્રામજનને અગવડ ન પડે અને ગામમાં વગર કામે કોઈ ઘરની બહાર આવે કે ટોળામાં ઉભા ન રહે.